વિવાદો વચ્ચે કલમ હસનની ઠગ લાઇફ ફિલ્મે પહેલા દિવસે કરી બંપર કમાણી

નવી દિલ્હીઃ કલમ હસન (Kamal Hasan)ની ફિલ્મ ‘ઠગ લાઇફ’ (Thug Life) સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ગઈ કાલે રિલીઝ થયેલી ઠગ લાઇફે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મને પહેલા દિવસે જ દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. કર્ણાટક વિવાદમાં ફસાયેલી હોવા છતાં પણ ‘ઠગ લાઇફ’ ફિલ્મે પહેલા દિવસે જ સારી એવી કમાણી કરી લીધી છે. આ ફિલ્મને કર્ણાટકમાં રિલીઝ કરવામાં આવી નથી. પરંતુ તેના કારણે ફિલ્મની કમાણી પર કઈ અસર થઈ નથી.
ઠગ લાઇફે પહેલા દિવસે 17 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો
‘ઠગ લાઇફ’માં અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પણ કમલ હાસન સાથે જોવા મળી છે. બંનેની ઉંમર વચ્ચે ઘણા વર્ષોનો ફરક હોવા છતાં તેમની જોડીને દર્શકોને પસંદ કરી છે. કમલ હસનની આ ફિલ્મ ‘ઠગ લાઇફ’ એ પહેલા દિવસે અપેક્ષા કરતાં વધુ કમાણી કરી લીધી છે. જેના આંકડા અત્યારે પ્રકાશમાં આવી ગયાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમામે ઠગ લાઇફે પહેલા દિવસે 17 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. એટલું જ નહીં પરંતુ આ ફિલ્મને એડવાન્સ બુકિંગમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. લોકોએ પહેલા કમલ હસન અને ત્રિશા કૃષ્ણનના બોલ્ડ દ્રશ્યો સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ રિલીઝ થતા ફિલ્મને દર્શકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે.
બોલ્ડ દ્રશ્યો સામે વિરોધ હોવા છતાં દર્શકોએ ફિલ્મ પસંદ કરી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ‘ઠગ લાઇફ’માં તમિલ ભાષામાં 52.06% કમાણી થઈ હતી. સવારના શોમાં 50.66%, બપોરના શોમાં 50.35% અને સાંજના શોમાં 45.15% આવક નોંધાઈ હતી. રાત્રિ શોમાં સૌથી વધુ 62.07% આવક થઈ હતી. તમિલ ભાષામાં આ ફિલ્મ સારી એવી કમાણી કરી રહી છે. જેથી મેકર્સે ખૂશ થયાં છે. પહેલા જ દિવસે 17 કરોડની કમાણી થઈ છે, જેથી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે તેવું લાગી રહ્યું છે.
આપણ વાંચો: TMKOCમાં દયા બાદ આ ખાસ કેરેક્ટર પણ જેઠાલાલને છોડીને જશે? Salman Khan છે કારણ…
આજે ઠગ લાઇફની હાઉસફુલ 5 સાથે સીધી ટક્કર થશે
‘ઠગ લાઇફ’ ફિલ્મનું કલેક્શનનું શુક્રવારે વધવાની ધારણા છે, એટલું જ નહીં પરંતુ શનિ અને રવિમાં વીકેન્ડ હોવાથી કમાણીમાં વધારે થશે તેવી મેકર્સને આશા છે. જ્યારે નુકસાનની વાત કરવામં આવે તો, અક્ષય કુમારની કોમેડી ફ્રેન્ચાઇઝ ફિલ્મ ‘હાઉસફુલ 5’ આજે રિલીઝ થઈ રહી છે, જે ‘ઠગ લાઇફ’ ની આ ફિલ્મ સાથે સીધી સ્પર્ધા થવાની છે. મહત્વની વાત એ છે કે, દક્ષિણમાં ‘ઠગ લાઇફ’ સારી એવી કમાણી કરશે પરંતુ ઉત્તરના દર્શકોને આ થિયેટર સુધી લાવવા માટે ફાંફા પડી જવાના છે. હવે જોવાનું એ રહે છે કે આ બે ફિલ્મમાંથી કોણ સૌથી વધારે કમાણી કરી શકે છે.