ડિવોર્સની અફવા વચ્ચે Aishwarya Rai-Bachchanએ કહ્યું કે લગ્નજીવન માણી રહી છું…

ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં તેમના લગ્ન જીવનમાં પડેલાં ભંગાણ અને ડિવોર્સની અફવાઓને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે એવું કહેતી સાંભળવા મળી રહી છે કે તે હાલમાં લગ્નજીવન માણી રહી છે. ચાલો જોઈએ શું છે આખો મામલો-
વાત જાણે એમ છે કે એક જૂના ઈન્ટરવ્યુમાં અભિષેક બચ્ચને ખુલાસો કર્યો હતો કે અભિષેક અમિતાભ અને જયા બચ્ચન સાથે જલસામાં નહીં પણ તેની બાજુમાં જ આવેલા વત્સ બંગલામાં રહે છે. એ જ સમયે ઐશ્વર્યાએ આવું નિવેદન આપ્યું હતું. લગ્ન બાગ અભિષેક અને ઐશ્વર્યા ઈન્ટરનેશનલ ટૂર પર ગયા હતા ત્યાં ઐશ્વર્યાને લગ્ન અને બાળકને લઈને સવાલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :Abhishesk-Aishwaryaના ડિવોર્સની અફવા વચ્ચે બંને જણ સાથે જોવા મળ્યા, યુઝર્સે કહ્યું હમ સાથ સાથ હૈ…
ઐશ્વર્યાને એક પત્રકારે સવાલ કર્યો કે અમે આશા રાખીએ છીએ કે લગ્ન અને બાળકોને કારણે અમે તમને ખોઈ ના બેસીએ, જેના જવાબમાં ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે હું બાળકોની રાહ જોઈ રહી છું અને હાલ તો હું લગ્ન એન્જોય કરી રહી છું અને એટલે પોતાની જાતને ખોવાનો સવાલ જ નથી.
જોકે, એક સમયે સુખી અને હેપ્પી કપલ ગણાતા ઐશ્વર્યા અને અભિષેક હાલમાં એકબીજાથી દૂર રહે છે અને બંને વચ્ચે ભંગાણ પડ્યું હોવાનો દાવો કરતાં અનેક અગેવાલો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે. બંનેના ડિવોર્સની અફવાઓ વચ્ચે ઐશ્વર્યાએ હાલમાં જ 11મી ઓક્ટોબરના બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના જન્મદિવસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શુભેચ્છા આપી હતી. પરંતુ કૌન બનેગા કરોડપતિ-16ના બર્થડે સ્પેશિયલ એપિસોડમાં જ્યારે બિગ બી માટે ખાસ મેસેજ દેખાડવામાં આવ્યા હતા એમાંથી વહુ ઐશ્વર્યા રાય બચ્ચન અને જમાઈ નિખીલ નંદા બંને ગાયબ હતા, જેને કારણે ફરી એક વખત બચ્ચન પરિવારના અંગત સંબંધો ચર્ચામાં આવ્યા હતા.