મનોરંજનસ્પોર્ટસ

Divorceની અફવા વચ્ચે Hardik Pandya મિસ્ટ્રી ગર્લ સાથે દેખાતા અટકળોનું બજાર ગરમ…

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર Hardik Pandya અને તેની પત્ની Natasa Stankovic હાલમાં તેમની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. અવારનવાર બંને વચ્ચે સબ ઠીક નહીં હૈ, બંને છુટાછેડા લેશે જેવા સમાચારો વાંચવા મળે છે. જોકે, આ બધા વચ્ચે હાર્દિક કે નતાશાએ ક્યારેય કંઈક ખૂલીને કંઈ પણ કહેવાનું પસંદ નથી કર્યું, પરંતુ હવે હાર્દિક પંડ્યા એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો છે જેને કારણે ફરી એક વખત આ કપલ ચર્ચામાં આવ્યું છે. ખુદ મિસ્ટ્રી ગર્લે હાર્દિક સાથેના ફોટો અને વીડિયો શેર કર્યા છે અને જોત જોતામાં આ ફોટો આગની જેમ વાઈરલ થઈ ગયા છે. આવો જોઈએ કોણ છે આ મિસ્ટ્રી ગર્લ અને નતાશા આના પર શું રિએક્શન આપશે…

વાત જાણે એમ છે કે હાર્દિક પંડ્યાના ફોટો જે મિસ્ટ્રી ગર્લ સાથે વાઈરલ થયા છે તે એક ફેમસ મેકઅપ આર્ટિસ્ટ છે અને એનું નામ પ્રાચી સોલંકી છે. હાલમાં જ પ્રાચી હાર્દિક પંડ્યાને મળી હતી અને તેણે એના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તે હાર્દિક પંડ્યાની મોટી ફેન છે, એવું તેણે જણાવ્યું છે. આ મુલાકાત દરમિયાન બંને જણના ચહેરા પર ખુશી જોવા મળી રહી હતી અને બંનેએ ટ્વિનિંગ પણ કર્યું હતું.

પ્રાચી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના આશરે 546K ફોલોઅર્સ પણ છે. તેના ઈન્સ્ટાગ્રામ બાયો પર નજર કરીએ તો તે ડિજિટલ કન્ટેન્ટ ક્રિયેટર પણ છે. પરંતુ હાર્દિક પંડ્યા સાથે ફોટો પ્રાચીએ જેવા શેર કર્યા કે તે સોશિયલ મીડિયાની નવી સેન્સેશન બની ગઈ છે.

View this post on Instagram

A post shared by Prachi Solanki (@ps_29)

પ્રાચીએ માત્ર હાર્દિક પંડ્યા સાથેના ફોટો નથી શેર કર્યા, તેણે હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યા અને ભાભી પંખૂડી સાથેના ફોટો પણ શેર કર્યા છે, જેને જોઈને નેટિઝન્સ હાર્દિક અને પ્રાચી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અટકળો લગાવી રહ્યા છે. આ ફોટો અને રૂમર્સ પર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક શું રિએક્શન આપે છે એ જોવાનું રહ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા હાલમાં જ ટી20 વર્લ્ડકપ જિતીને ભારત આવ્યો છે. હાલમાં જ તેણે પરિવાર સાથે સમય પસાર કર્યો હતો અને સોશિયસલ મીડિયા પર ફેમિલી સાથે ફોટો પણ શેર કર્યા હતા અને અહીં પણ ફેન્સને નતાશાની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button