બ્રેકઅપની અફવા વચ્ચે મલાઇકાને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો અર્જુન કપૂર

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આ દિવસોમાં તેમના બ્રેકઅપને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે, પરંતુ આ બંનેએ હજી સુધી આ વિશે ખુલીને વાત કરી નથી. બ્રેકઅપના સમાચાર વચ્ચે, બંને સોશિયલ મીડિયા પર સતત રહસ્યમય અને ક્રિપ્ટિક પોસ્ટ્સ શેર કરી રહ્યા છે, જે સંકેત આપે છે કે તેમની વચ્ચે બધું બરાબર નથી. આ બધાની વચ્ચે ગઈકાલે રાત્રે મલાઈકા અને અર્જુન એક ઈવેન્ટમાં જોવા મળ્યા હતા. જ્યારે અર્જુન કપૂર ભીડમાં મલાઈકાને બચાવતો જોવા મળ્યો હતો, પરંતુ બંને એકબીજાથી દૂર બેઠેલા જોવા મળ્યા હતા. હાલમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી મલાઇકા-અર્જુને પોતપોતાના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર એકબીજા માટે પ્રેમ વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ તેમણે એકબીજા સાથેના સુંદર ચિત્રો અને વીડિયો પોસ્ટ કરવાનું ચાલુ કર્યું હતું. જોકે, છેલ્લા થોડા સમયથી બધુ બદલાઇ ગયું છે. બંનેના બ્રેકઅપના સમાચાર આવી રહ્યા છે. આ બધા વચ્ચે હવે આ લવી ડવી કપલનો
ક્યૂટ વીડિયો સામે આવ્યો છે, જેમાં અર્જુન કપૂર ભીડમાં મલાઈકા અરોરાને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો હતો.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક ફેન અર્જુન સાથે સેલ્ફી લઈ રહ્યો છે. એટલામાં મલાઈકા પાછળથી બહાર આવે છે અને તે સમયે અર્જુન તેને ભીડથી બચાવવાનો પ્રયાસ કરે છે. જોકે, એ અલગ વાત છે કે મલાઇકા અર્જુનને ઇગ્નોર કરીને તેનાથી દૂર જઇને એક સીટ પર બેસી જાય છે. આ વીડિયો પર લોકો જાતજાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકોને લાગે છે કે બંનેના બ્રેકઅપની વાત સાચી જ છે. લોકોને અર્જુન કપૂરની વર્તણૂંક ઘણી સારી લાગી છે અને લોકો તેને પતિ મટિરિયલ ગણાવી રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યા છે. નેટિઝન્સ કહી રહ્યા છે કે, અર્જુન એટલો સારો છે કે હજુ પણ મલાઈકાનું આટલું ધ્યાન રાખે છે.’ લોકોને મલાઇકાની વર્તણૂંક અને એટિટ્યુડ બિલ્કુલ બરાબર નથી લાગ્યો.