અમેરિકા યુરોપીય સંઘ પર લાદશે 15 ટકા ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી | મુંબઈ સમાચાર

અમેરિકા યુરોપીય સંઘ પર લાદશે 15 ટકા ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી

ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરુ કરવામાં આવેલા ટેરિફ વોર બાદ હવે અનેક દેશોએ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી છે. જેમાં જાપાન બાદ હવે અમેરિકાએ યુરોપીય સંઘ સાથે પણ ટ્રેડ ડીલ કરી છે. આની જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી. આ ટ્રેડ ડીલને ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધીનો સૌથી મોટી ડીલ ગણાવી છે. જે બંને પક્ષ માટે ફાયદાકારક રહેશે.

યુરોપીયન સંઘ અમેરિકા પાસેથી 150 અરબ ડોલરની ઉર્જાની ખરીદી કરશે

ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત બાદ જણાવ્યું હતું કે આ ડીલ અંતર્ગત તમામ દેશો માટે બજાર ખોલી દેવામાં આવ્યા છે. તેમજ યુરોપીય સંઘના તમામ દેશો પર 15 ટકા ટેરિફ લગાવવામાં આવશે. આ ઉપરાંત યુરોપીય સંઘ અમેરિકા પાસેથી ડિફેન્સ ઇકવીપમેન્ટની ખરીદીમાં વધારો કરશે. તેમજ ઉર્જા ક્ષેત્રમાં પણ યુરોપીયન સંઘ અમેરિકા પાસેથી 150 અરબ ડોલરની ઉર્જાની ખરીદી કરશે. જેના લીધે બંને પક્ષો વચ્ચે આર્થિક સહયોગને મજબૂતી મળશે.

યુરોપીય સંઘ અમેરિકામાં 600 અરબ ડોલરનું રોકાણ કરશે

આ ઉપરાંત યુરોપીય સંઘ અમેરિકામાં 600 અરબ ડોલરનું રોકાણ કરશે. જેનાથી અમેરિકાના અર્થતંત્રને મદદ મળશે. આ ડીલ અંતર્ગત સ્ટીલ અને એલ્યુમિનીયમ પરનો ટેરિફ યથાવત રહેશે. જયારે ઈલેક્ટ્રોનિકસ ચિપ્સ અને સેમીકંડટર સેક્ટરને લઈને આગામી બે સપ્તાહમાં સેક્સન 232 અંતર્ગત નવી જાહેરાત કરવામાં આવશે. જે આ ઉદ્યોગ માટે મોટી પહેલ હશે.

આપણ વાંચો:  અલ્લાહુ અકબર કહી આપી બોમ્બની ધમકી! ઇન્ટરનેશનલ ફ્લાઈટનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

બંને પક્ષો વચ્ચે મજબુત વ્યાપારિક સબંધ સ્થાપિત કરશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાત બાદ યુરોપીય સંઘના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને જણાવ્યું હતું કે આ ડીલ બંને પક્ષો વચ્ચે મજબુત વ્યાપારિક સબંધ સ્થાપિત કરશે. તેમજ ઈલેક્ટ્રોનિકસ ચિપ્સ અંગે ટુંક સમયમાં નવી નીતિ જાહેર કરવામાં આવશે. આ ટ્રેડ ડીલને વૈશ્વિક સ્તર પર આર્થિક સબંધને ફરીથી મજબૂત કરવા અને વ્યાપારિક સબંધોમાં સહયોગ વધારવાના મહત્વના પગલાં તરીકે જોવામાં આવે છે. બંને પક્ષોએ અપેક્ષા છે કે આનાથી આર્થિક વિકાસ અને સ્થિરતાને નવી ઉંચાઈ મળશે. આ ડીલ માત્ર અમેરિકા અને યુરોપના સબંધોને જ નહી પરંતુ સમગ્ર વિશ્વ વ્યાપારમાં નવી તકોના દ્વાર ખોલશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button