મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

અંબાણી પરિવારના ‘Bigg Boss’ Kokila Ambani કોની સાથે રહે છે? વહુ નીતા અને ટીના સાથે છે આવો સંબંધ…

અંબાણી પરિવાર (Ambani Family) હાલમાં ખૂબ જ લાઈમલાઈટમાં છે અને એનું કારણ છે મુકેશ અંબાણી (Mukesh Ambani)ના નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચંટ (Merchant)ના શાહી લગ્ન. આવી પરિસ્થિતિમાં અંબાણી પરિવાર ખૂબ જ ટ્રેન્ડમાં છે. પણ શું તમને ખબર છે આ પરિવારના બિગ બોસ ગણાતા કોકિલાબેન અંબાણી (Kokila Ambani) પોતાના કયા પુત્ર સાથે રહે છે? બંને વહુ નીતા અંબાણી (Nita Ambani) અને ટીના અંબાણી (Tina Ambani) સાથે એમના કેવા સંબંધો છે? ચાલો આજે તમને જણાવીએ…

મુકેશ અંબાણીની ગણતરી દેશના જ નહીં પણ એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં કરવામાં આવે છે. જ્યારે મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની સ્થિતિ થોડી ડામાડોળ છે. વચ્ચે એવા અહેવાલો પણ આવ્યા હતા કે બંને ભાઈઓ વચ્ચે મતભેદ ચાલી રહ્યા હતા પણ કોકિલાબેને બંને ભાઈઓ વચ્ચેના મતભેદો પણ દૂર કરી દીધા છે. આ સિવાય આજે પણ અંબાણી પરિવારના દરેક નિર્ણયમાં માતા કોકિલાબેનનો અભિપ્રાય ખૂબ જ મહત્વ ધરાવે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોકિલાબેન તેમના મોટા પુત્ર મુકેશ અંબાણી સાથે તેમના પરિવારના એન્ટિલિયામાં રહે છે. કોકિલાબેન તેમની બંને વહુઓ નીતા અંબાણીઅને ટીના અંબાણીને ખૂબ જ પ્રેમ કરે છે અને દીકરીઓની જેમ જ રાખે છે.
ટીના અંબાણી પણ અવારનવાર સોશિયલ મીડિયા પર કોકિલાબેન માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે, જ્યારે નીતા અંબાણી દરેક ફંક્શનમાં કોકિલાબેનની સાથે જ અને તેમનો હાથ પકડીને ચાલતા જોવા મળે છે. ટુંકમાં જેમ નીતા અંબાણી અને ટીના અંબાણી પોતાની વહુઓ સાથે ફ્રેન્ડલી રિલેશનશિપ ધરાવે છે એ જ રીતે કોકિલાબેનને તેમની બંને વહુઓ સાથે મા-દીકરી જેવો જ સંબંધ છે.

કોકિલાબેને મહિનાઓ પહેલાં આપેલા એક ઈન્ટરવ્યુમાં પોતાના પરિવાર વિશે માત કરતાં જણાવ્યું હતું કે બંને પુત્રવધૂઓ નીતા અંબાણી અને ટીના અંબાણી તેમની ખૂબ કાળજી લે છે. એટલું જ નહીં પણ તેમણે દીકરા મુકેશ વિશે જણાવ્યું હતું કે જ્યારે મુકેશ પણ ઓફિસ જાય છે ત્યારે મને અચૂક ફોન કરે છે આ સિવાય હું દરરોજ નાના દીકરા અનિલને પણ મળું છું. મને નીતાનું જિમ ખૂબ જ ગમે છે એટલે હું અઠવાડિયામાં ત્રણેક વખત ત્યાં પણ જાઉં છું. મારા સંતાનો મારી ખૂબ કાળજી રાખે છે.

વાત કરીએ અંબાણી પરિવારના બિગ બોસ કોકિલાબેન અંબાણીની કુલ નેટવર્થની તો મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર આજની તારીખમાં પણ કોકિલાબેન અંબાણીની કુલ સંપત્તિ 18,000 કરોડ રૂપિયા છે, જે અંબાણી પરિવારમાં કદાચ સૌથી વધારે હોવાનું અનુમાન છે. જોકે, આ દાવામાં કેટલી સચ્ચાઈ છે એ તો કોકિલાબેન કે અંબાણી પરિવાર જ જણાવી શકે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button