Viral Video: નીતા અંબાણી, રાધિકા મર્ચન્ટ પોતાના પાર્ટનર છોડીને કોની સાથે ગરબા રમતા જોવા મળ્યા?

દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારે હાલમાં જ આલાગ્રાન્ડ સ્ટાઈલમાં નવરાત્રિનું સેલિબ્રેશન કર્યું અને આ સેલિબ્રેશનના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે. આ સેલિબ્રેશનમાં અંબાણી પરિવારના દરેક સદસ્યએ લાઈમલાઈટ લૂંટવામાં કોઈ કમી નથી બાકી નથી રાખી. આ બધા વચ્ચે પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં પાપા કી પ્રિન્સેસ વીરેન મર્ચન્ટ સાથે ગરબા કરતાં જોવી મળી રહી છે. આ સિવાય નીતા અંબાણી પણ પરિવારના નાનકડા મહેમાન સાથે ડાન્સ કરતાં જોવા મળી રહી છે. આવો જોઈએ, ખાસ આ વીડિયોમાં…
અંબાણી પરિવારે ખૂબ જ ધામધૂમથી એન્ટિલિયામાં ગરબા નાઈટ્સનું આયોજન કર્યું હતું અને આખ અંબાણી પરિવારે ટ્રેડિશનલ આઉટફિટ્સ અને દાંડિયા રમીને મસ્તી કરી હતી. ઈશા અંબાણીએ પણ પોતાના લૂક્સથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતું. પણ આ બધામાં સૌથી વધુ લાઈમલાઈટ તો રાધિકા મર્ચન્ટ અને નીતા અંબાણીના ગરબા પાર્ટનર્સ લૂંટી ગયા છે.

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં રાધિકા પિતા વીરેન મર્ચન્ટ સાથે ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં એક દીકરી અને પિતા વચ્ચેની બોન્ડિંગ જોવા મળી રહી છે. બંને જણ ખૂબ જ મસ્તી અને આનંદમાં ગરબા રમતા જોવા મળી રહ્યા છે. નેટિઝન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. રાધિકા મર્ચન્ટના લૂકની પણ યુઝ્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
બીજો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં નીતા અંબાણી પૌત્રી વેદા સાથે ડાન્સ કરી રહ્યા છે. નીતા અંબાણી ભલે દુનિયાના મોસ્ટ પાવરફૂલ અને સ્ટ્રોન્ગ પર્સનાલિટી છે પરંતુ આ વીડિયોમાં નીતા અંબાણી પ્યોરલી એક ક્યુટ અને લવેબલ દાદીના રોલમાં જોવા મળ્યા હતા. નીતા અંબાણી અને વેદાનો આ વીડિયો ખૂબ જ ક્યુટ અને લવેબલ બોન્ડ જોવા મળી રહ્યો છે.
અંબાણી પરિવારના બિગ બોસ ગણાતા કોકિલાબેન અંબાણીએ પણ આ ગ્રાન્ડ સેલિબ્રેશનમાં પાર્ટ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કોકિલાબેન અંબાણીની તબિયત લથડતાં તેમને કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીમાર થયા બાદ કોકિલાબેન અંબાણી પહેલી વખત જ પબ્લિકમાં જોવા મળ્યા હતા અને આ સમયે તેઓ એકદમ ખુશ જોવા મળી રહ્યા હતા.
આપણ વાંચો: યુરોપના આ દેશમાં ભારતીયોને માત્ર 21,733 રૂપિયામાં મળી રહી છે પરમેનન્ટ રેસિડેન્સી, જાણો વિગત