અંબાણી પરિવારનું આલાગ્રાન્ડ નવરાત્રિ સેલિબ્રેશન, ફોર અ ચેન્જ શ્લોકા અને વેદાએ લૂંટી લાઈમલાઈટ…

દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારને ત્યાં કોઈ પણ સેલિબ્રેશન હોય તે એકદમ હટકે અને આલાગ્રાન્ડ હશે એમાં કોઈ શંકા નથી. દર વખતની જેમ આ વખતે પણ અંબાણી પરિવારે ખૂબ જ ધામધૂમથી નવલા નોરતાની ઉજવણી કરી અને આ ઉજવણીના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
વાત કરીએ અંબાણી પરિવારના નવરાત્રિના સેલિબ્રેશનની તો સૌથી પહેલાં નજર કરીએ એન્ટિલિયા ખાતે કરવામાં આવેલી સજાવટ પર… વીડિયોની શરૂઆતમાં જ જોવા મળે છે કે ફૂલ, લાઈટ્સ અને હેન્ડક્રાફ્ટેડ આઈટમ્સથી ઘરની સુંદરતાને ચાર ચાંદ લાગ્યા હતા. જ્યાં જુઓ ત્યાં રંગબેરંગી ઢોલ, નગારાએ આ સેલિબ્રેશનની શોભા વધારવાનું કામ કર્યું હતું. આસપાસમાં સ્ટોન, મોતી અને રંગબેરંગી લિબાસ લપેટાયેલા કળશ અને મટકીઓ જોવા મળી રહી છે. ઘરના એક હિસ્સામાં માતા દુર્ગાનો સુંદર પંડાલ પણ સજાવવામાં આવ્યો હતો, જ્યાં દેવી સામે અનેક પ્રકારના ભોગ લગાવવામાં આવ્યા હતા.
ખુદ નીતા અંબાણી વીડિયોમાં દીપ પ્રજ્વલિત કરીને કળ સ્થાપના કરતાં જોવા મળી રહ્યા છે. આખા અંબાણી પરિવારે ખૂબ જ શ્રદ્ધાપૂર્વત માતાની પૂજા કરી હતી. અંબાણી પરિવારના ખાસ લોકોની હાજરીથી આ સેલિબ્રેશન ગ્રાન્ડ બન્યો હતો. સાંજે પૂજા બાદ ગરબા અને દાંડિયા રાસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

નીતા અંબાણી અને મુકેશ અંબાણીનો પણ દાંડિયા રમતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. પરિવારની વહુરાણી શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ પણ ટ્રેડિશનલ આઉટફિટમાં સુંદર લાગી રહી હતી અને દાંડિયાના તાલે ઝુમતી જોવા મળી હતી. અંબાણી પરિવારના નાનકડાં મહેમાનોએ પણ ખૂબ જ આનંદથી આ ઉજવણીમાં ભાગ લીધો હતો.
અંબાણી પરિવારના નવરાત્રિ સેલિબ્રેશનના વીડિયો વાઈરલ થઈ રહ્યો છે એમાં પરિવારના મોટા વહુરાણી શ્લોકા મહેતા અને નાનકડી વેદાએ ટ્વીનિંગ કર્યું હતું. શ્લોકાએ આ સમયે ગ્રીન અને પિંક કલરનો સુંદર હેવી વર્કવાળો લહેંગો સ્ટાઈલ કર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે આ સુંદર આઉટફિટ સાથે હીરાના હાર અને મોટા મોટા ઝૂમખાં સાથે કમ્પલિટ કર્યો હતો, જેને કારણે તે એકદમ ડોલ જેવી લાગી રહી હતી.
વેદા અને શ્લોકાનો આ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે. તમે પણ ના જોયો હોય આ વાઈરલ વીડિયો તો અત્યારે જ જોઈ લો…
આ પણ વાંચો…60 વર્ષે Nita Ambaniનો નવરાત્રિ લૂક જોયો કે? રાધિકા મર્ચન્ટ કે શ્લોકા મહેતા જોશે તો…