મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Akash-Anant Ambani કે Isha Ambani કોની પાસે છે મોંઘી કાર? નામ જાણીને ચોંકી ઉઠશો…

અંબાણી પરિવાર (Ambani Family) પોતાની લક્ઝુરિયસ કાર કલેક્શનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે પછી એ પરિવારના મુખિયા મુકેશ અંબાણી (Mukesh Ambani) હોય કે તેમના પત્ની નીતા અંબાણી (Nita Ambani). પરંતુ શું તમને ખબર છે કે પરિવારની યંગ બ્રિગેડ એટલે કે આકાશ અંબાણી (Akash Ambani), ઈશા અંબાણી (Isha Ambani) કે અનંત અંબાણી (Anant Ambani)માંથી કોની પાસે છે લક્ઝુરિયર કાર કલેક્શન? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-

આમ તો આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણી ત્રણેયનું ગેરેજ એકથી ચઢિયાતી એક શાનદાર અને લક્ઝુરિયસ કારથી લોડેડ છે એ તો બધા જ જાણે છે. પરંતુ વાત કરીએ સૌથી વધુ મોંઘી અને લક્ઝુરિયસ કાર કલેક્શન ધરાવતા અંબાણી કિડ્સની. અંબાણી પરિવારના ત્રણેય વારસદારોમાંથી સૌથી વધુ મોંઘી લક્ઝુરિયસ કાર કોની પાસે છે એનું નામ સાંભળીને તમે પણ પણ ચોંકી ઉઠશો. જી હા, અનંત કે ઈશા નહીં પણ પરિવારના મોટા દીકરા આકાશ પાસે સૌથી મોંઘી કાર છે.

સૌથી પહેલાં વાત કરીએ ઈશા અંબાણીની તો ઈશા પાસે ચાર કરોડ રૂપિયાની બેન્ટલે બેંટાયગા કાર છે, જે તેની રંગ બદલવાની ટેક્નિકને કારણે ખૂબ જ ચર્ચામાં આવી હતી. આ સિવાય ઈશા અંબાણી પાસે રોલ્સ રોયસ કલિનન 2022 છે જેની કિંમત આશરે 9 કરોડ રૂપિયા છે.

ઈશા બાદ વારો આવે છે અનંત અંબાણીની. અનંત અંબાણી પાસે પણ રોલ્સ રોયસથી લઈને મર્સિડિઝની જી વેગન જેવી એકથી ચઢિયાતી એક કાર છે. પરંતુ વાત અનંત પાસે રહેલી સૌથી લક્ઝુરિયસ કાર કલેક્શનની વાત કરીએ તો તે રોલ્સ રોયસ ડ્રોપહેડ છે જેની કિંમત સાત કરોડ રૂપિયા હોવાનો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

વાત જ્યારે સૌથી વધુ મોંઘી લક્ઝુરિયસ કાર કલેક્શનની હોય તો તેમાં ઈશા કે અનંત બેઉનો નંબર નથી આવતો અને પરિવારનો મોટો દીકરો આકાશ અંબાણી બાજી મારી જાય છે. આકાશ અંબાી પાસે ફરારી પુરોસાંગ્વેથી લઈને લેમ્બોર્ગિની ઉરુસ જેવી કાર છે. પરંતુ તેની પાસે રહેલી સૌથી મોંઘી કાર મર્સિડિઝ S680 ગાર્ડ છે. આકાશ અંબાણી પાસે રહેલી આ બુલેટપ્રૂફ ગાડીની કિંમત આશરે 15 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો…રામ ચરણની ગેમ ઓવર અને સોનુ સૂદની ફતેહના પણ હાલ બેહાલ કર્યા પુષ્પા-2એ

આકાશ અંબાણીની વાત કરીએ તો તે અંબાણી પરિવારનો મોટો દીકરો છે અને ઈશા અંબાણી તેની જુડવા બહેન છે. પરંતુ તે અનંત અને ઈશાની જેમ લાઈમલાઈટમાં આવવાનું ટાળે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button