આટલું આલિશાન ઘર હોવા છતાં એક જ ફ્લોર પર કેમ સાથે રહે છે Ambani family??
મુંબઈમાં આવેલું એન્ટાલિયાની ગણતરી શહેરના સૌથી મોંઘા ઘરોમાંથી એક છે અને હોય પણ કેમ નહીં ભાઈ દેશના જ નહીં પણ એશિયામાં સૌથી ધનવાન ગણાતા બિઝનેસમેન આ આલીશાન ઘરમાં જ તો રહે છે.
આખો અંબાણી પરિવાર આ જ ઘરમાં રહે છે અને આ પરિવારમાં સાત જ લોકો છે. આટલું આલિશાન ઘર હોવા છતાં પણ આખો પરિવાર એક જ ફ્લોર પર એક સાથે સાથે 27મા માળ પર રહે છે. હવે તમને થશે કે આખરે એવું કેમ? તો ચાલો આજે તમને જણાવીએ આ પાછળનું કારણ… વાત જાણે એમ છે કે નીતા અંબાણીએ જ આખા પરિવારના વસવાટ માટે આ ફ્લોર પસંદ કર્યો છે.
આઈ નો આઈ નો હવે તમને એવું લાગશે કે જો આખા પરિવારે એક જ ફ્લોર પર એક સાથે રહેવું હતું તો પછી આટલું મોટું ઘર બનાવવાનું કારણ શું? અને જો આખો પરિવાર એક જ ફ્લોર પર રહે છે તો પછી બાકીના ફ્લોરનું શું?? તો તમારા આ સવાલનો જવાબ એવો છે કે એન્ટાલિયાના બાકીના ફ્લોર પર ઘરમાં કામ કરનારા સ્ટાફ ક્વાર્ટર આવેલા છે. જી હા, અંબાણીના ઘરે કામ કરનારા 600 જેટલા કર્મચારીઓ માટે આ જ ઈમારતમાં એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે.
એન્ટાલિયાની બહારની સુંદરતા તો અદ્ભુત છે જ પણ ક્યારેક મોકો મળે તો તેની અંદરની સુંદરતા પણ જોવા જેવી છે. એન્ટાલિયાની અંદરની ભવ્યતા અને વૈભવ જોઈને તમે એકદમ chinki ઉઠશો. હાલમાં મુંબઈના આ સૌથી મોંઘા ગણાતા ઘરની કિંમત 15,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ વ્યકત કરવામાં આવી રહ્યો છે.