મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Ambani Familyની Eventમાં Limelight ચોરી આ Star Kidએ…

હેડિંગ વાંચીને જ તમે પણ વિચારમાં પડી ગયા ને કે ભાઈ દેશના અને એશિયાના અમીર ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એવા Mukesh Ambaniની ઈવેન્ટમાં જ જઈને લાઈમલાઈટ ચોરવી એ કંઈ નાની સૂની વાત નથી અને જો કોઈ Star Kidએ આવું કર્યું છે તો ભાઈ આખરે કોણ છે? ચાલો તમને જણાવી દઈએ આ Star Kidનું નામ…

આ સ્ટાર કિડ બીજું કોઈ નહીં પણ Bollywood Actor Ajay Devgan And Kajolની લાડકવાયી Nysa Devgan… Nysa ભલે ફિલ્મોથી દૂર રહે છે પણ તે હંમેશા કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં ચોક્કસ રહે છે. ફેન્સના દિલો પર રાજ કરનાર Nysa જ્યારે પણ પેપ્ઝના કેમેરામાં કેદ થાય છે ત્યારે ફેન્સ એનો ફેશનેબલ અવતાર જોઈને ફેન્સ ધબકારું ચૂકી જાય છે…


આ જ વાતનો અનુભવ પણ થયો જ્યારે Nysa Ajay Devgan સાથે Ambani Family’s Grand Functionમાં પહોંચી હતી. આ ફંક્શનના ફોટો જ્યારે લોકો સામે આવ્યા ત્યારે Nysaનો લૂક જોઈને લોકો ખરેખર આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અંબાણીના ઈવેન્ટમાં સૌથી વધુ વખાણ અને અટેન્શન કોઈને મળ્યું હોય તો Nysa જ હતી. ગોલ્ડન આઉટફિટમાં Nysa ખરેખર ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી અને તે એકદમ રાજકુમારી જેવી દેખાઈ રહી હતી.


મશળી રહેલી માહિતી પ્રમાણે તેનો આ આઉટફિટ ફેમસ ફેશન ડિઝાઈનર તરુણ તહિલિયાની દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો હતો. કસ્ટમ મેડ થ્રી-પીસ સેટને ટૂલ ફેબ્રિકથી તૈયાર કરવામાં આવ્યો છે અને તેને લેસ ટ્રિમિંગ અને ગોલ્ડન સિક્વન વર્કથી ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો. સેમ એમ્બ્રોઈડરીવાળા બ્લાઉઝને લો-કટ નેકલાઈન અને સ્લીવલેસ રાખવામાં આવ્યો હતો. પોતાના આ લૂકને લક્ઝરી ટચ આપવા માટે Nysaએ સ્ટનિંગ ચોકર નેકલેસ અને મેચિંગ ઈયરરિંગ્સ પહેર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button