હવે આ સાઉથની હીરોઈન બનશે ગુજરાતી વહુ | મુંબઈ સમાચાર

હવે આ સાઉથની હીરોઈન બનશે ગુજરાતી વહુ

ઘણી નોન ગુજરાતી હીરોઈનો છે જે ગુજરાતી વહુ બની છે. ટીના મુનીમ, રવિના ટંડન, સમીરા રેડ્ડી જેવી ઘણી હીરોઈનો છે જેમણે ગુજરાતી પરિવાર પસંદ કર્યો છે. હવે આ યાદીમાં વધું એક હીરોઈન ઉમેરાઈ છે અને તે છે સાઉથની એસ્ટ્રેસ અમલા પોલ. આ હીરોઈનને તમે અજય દેવગનના ભોલા ફિલ્મમાં પણ જોઈ હતી.

તાજેતરમાં તેણે તેનો 32મો જન્મદિવસ તેણે ફેન્સને સરપ્રાઈઝ આપી છે. હકીકતમાં તે પણ ચોંકી ગઈ હતી જ્યારે તેના બોયફ્રેન્ડે તેને આવું સરપ્રાઈઝ આપ્યું હતું. હવે તમને તેના બોયફ્રેન્ડ વિશે જણાવીએ તો તેનું નામ જગત દેસાઈ છે. મળતી માહિતી અનુસાર જગત રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંબંધ ધરાવે છે. હા, બોયફ્રેન્ડ જગત દેસાઈએ અમલા પોલને તેના જન્મદિવસ પર પ્રપોઝ કર્યું છે.

જેમ ફિલ્મોમાં થાય છે તેમ જગતે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. તેણે પહેલા ડાન્સ કર્યો. પછી અચાનક તે ઘૂંટણિયે પડી ગયો અને અભિનેત્રીને સગાઈની વીંટી સાથે પ્રપોઝ કર્યું. અમલાએ આ સુંદર પ્રસ્તાવને હા કહેવામાં એક સેકન્ડ પણ બગાડી ન હતી.

અમલા પોલનાં પહેલાં લગ્ન ડિરેક્ટર એએલ વિજય સાથે થયા હતા. બંનેએ વર્ષ 2017માં છૂટાછેડા લીધા હતા. ત્યારે હવે અમલા દેસાઈ પરિવારની વહુ બનવા જઈ રહી છે.

Back to top button