મનોરંજન

Aly Goni ક્યારે કરશે લગ્ન, જાણો શું કહ્યું જાસ્મીન ભસીનની મમ્મીએ?

ટીવી ઈન્ડસ્ટ્રીના મોસ્ટ ક્યુટ અને એડોરેબલ કપલમાંથી એક અને સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-14માં નેશનલ ટેલિવિઝન પર જ પોતાના પ્રેમનો ઈઝહાર કરીને દર્શકો અને ફેન્સને ચોંકાવનારા અલી ગોની અને જાસ્મીન ભસીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ફેન્સ તેમની જોડીને ખૂબ જ પસંદ કરે છે. કપલ પણ સોશિયલ મીડિયા પર રોમેન્ટિક ફોટો અને વીડિયો શેર કરે છે, જેના પર જાસ્મીન અને અલીની પરિવારના લોકો જ નહીં પણ તેમના ફેન્સ પણ ખૂબ જ વ્હાલ વરસાવે છે.

હવે આ કપલના ફેન્સ એકદમ ખુશીથી ઉછળી પડે એવા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે અલી અને જાસ્મીન ટૂંક સમયમાં જ લગ્ન કરશે અને જાસ્મીનની માતાએ આ સંબંધ માટે હામી ભરી દીધી છે. આવો જોઈએ શું કહ્યું અલીએ અને ક્યારે બંને જણ લગ્નબંધનમાં બંધાઈ જશે-

કૃષ્ણા મુખર્જીના હાલના જ વ્લોગમાં દિવાલી બેશમાં જાસ્મીન ભસીન અને અલી ગોની પોતાના પરિવાર સાથે જોવા મળ્યા. આ વ્લોગમાં જ અલીને પૂછવામાં આવ્યું કે શું તે જાસ્મીન સાથે આવતા વર્ષે લગ્ન કરશે? આ સવાલ સાંભળીને અલીએ કહ્યું કે હા, ચોક્કસ આવતા વર્ષે લગ્ન થશે.

આ સમયે જાસ્મીનની મમ્મી પણ ત્યાં જ બેઠી હતી એમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું અલી અને જાસ્મીન આવતા વર્ષે લગ્ન કરશે? તો એના જવાબમાં તેમણે જણાવ્યું બિલકુલ. હું તો કહું છું કે આજે જ કરી લો લગ્ન. મારી રજા પણ છે. આ સાંભળીને જાસ્મીન અને હાજર અન્ય લોકો હસી પડ્યા હતા એ જોઈને અલીએ જવાબ આપ્યો કે અચ્છા તમારી રજા માટે હું લગ્ન કરી લઉં?

અત્રે ઉલ્લેખનીય છે કે જાસ્મીન અને અલી ખુલીને પોતાના લગ્ન વિશે વાત કરે છે. જ્યારે પણ તેમને લગ્ન વિશે પૂછવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે હા તેઓ લગ્ન વિશે વિચારી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તેઓ લગ્ન કરશે.

આ પહેલાં પણ ભારતી સિંહના પોડકાસ્ટ પર અલીએ જાસ્મીનના ખૂબ જ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તે એક એવી છોકરી છે કે જે હંમેશા પરિવારને સાથે લઈને ચાલે છે. જાસ્મીનની મમ્મીએ પણ બંનેના લગ્નને લઈને ખુલાસો કર્યો હતો કે જાસ્મીન અને અલી 2025માં લગ્ન કરી શકે છે. જોઈએ હવે આખરે ભાસીન અને ગોની પરિવારમાં ક્યારે શરણાઈના સૂર રેલાય છે…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button