Aishwarya Raiની સાથે સાથે જ તેના આ કો-સ્ટારના લગ્નજીવનમાં પડ્યું ભંગાણ….
Aishwarya Rai-Bachchan અને Abhishesk Bachchan હાલમાં પોતાના લગ્નજીવનમાં પડેલાં ભંગાણને કારણે ચર્ચામાં છે. જોકે, આ બાબતે ઐશ્વર્યા કે અભિષેકે ઓફિશિયલી કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું. આ બધા વચ્ચે ઐશ્વર્યાના વધુ એક કો-સ્ટારના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ચાલો જોઈએ કોણ છે આ સ્ટાર-
ફિલ્મ પોન્નિયન સેલ્વનમાં જોવા મળેલાં તમિળ એક્ટર જયમ રવિએ શોકિંગ ન્યુઝ શેર કર્યા છે. જયમે પત્ની આરતી સાથેના 15 વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો છે. જયમે 2009માં આરતી સાથે લગ્ન કર્યા હતા અને કપલને બે દીકરા છે. છેલ્લાં કેટલાક મહિનાઓથી બંને જણ વચ્ચે તાણ હોવાના સમાચાર આવી રહ્યા હતા.
એક્ટરે સોશિયલ મીડિયા પ્લેફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ડિવોર્સના ન્યુઝ કન્ફર્મ કર્યા હતા. જયમે એક્સ પર લાંબી-લચક પોસ્ટ કરીને આ બાબતે સ્ટેટમેન્ટ શેર કર્યું છે, તેણે પોસ્ટ કરીને લખ્યું હતું કે ઘણો લાંબો વિચાર અને ચર્ચા વિચારણા બાદ આખરે અમે લોકોએ ભારે મનથી છુટા પડવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય કોઈ પણ પ્રકારની ઉતાવળમાં નથી લેવાયો. મને લાગે છે જે લોકો અમારી સાથે જોડાયેલા છે એમના હિતમાં છે આ નિર્ણય. આ મુશ્કેલ સમયમાં હું તમને અપીલ કરવા માંગુ છું કે અમારા પરિવારની પ્રાઈવસીનો આપ સૌ ધ્યાન રાખશો. કોઈ પણ પ્રકારની અટકળો કે ગોસિપથી દૂર રહેશો.
આગળ પોતાની પોસ્ટમાં એક્ટરે લખ્યું હતું કે હું હંમેશા તમારો જયમ રવિ જ રહીશ. તમારો ટેકો મારા માટે મારી દુનિયા છે. વર્ષોથી તમે આપેલા પ્રેમ માટે હું આપનો આભારી છું.
અત્રે ઉલ્લેખનીય છે કે જયમ અને આરતીના ડિવોર્સના ન્યુઝે ફેન્સને દુઃખી કર્યા છે જયમ દિગ્ગજ ફિલ્મ એડિટર એ મોહનનો દીકરા છે અને તેણે ઐશ્વર્યા રાય સાથે ફિલ્મ પોન્નિયન સેલ્વનમાં કામ કર્યું હતું.