Allu Arjunની Pushpa-2એ રિલિઝ પહેલા જ કંઈક એવો ધમાકો કર્યો કે…
સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સ્ટારર પુષ્પા 2ની આ જાહેરાત થઈ ત્યારથી જ ચાહકો ફિલ્મ જોવા બેબાકડા બન્યા છે. ચંદનના લાકડાની ચોરીની થીમ સાથે બનેલી આ પેન ઈન્ડિયા ફિલ્મ થિયેટરમાં રિલિઝ થાય તે પહેલા જ એક પછી એક ધમાકા કરી રહી છે.
ફિલ્મના ટીઝરથી લઈને પુષ્પા પુષ્પા ગીત સુધી બધું જ ધમાકેદાર છે. આ ફિલ્મના પુષ્પા પુષ્પા ગીતે રિલીઝ પહેલા જ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
ફિલ્મે એક વધુ રેકોર્ડ તોડ્યો છે. પુષ્પા 2 ગીતને યુટ્યુબ પર 100 મિલિયનથી વધુ વ્યુઝ અને 2.26 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે. આમ આ ગીતે મોટો રેકોર્ડ બનાવ્યો છે. આ ગીત છ ભાષાઓમાં રિલીઝ થયું છે. અલ્લુનો લૂક જોઈને પણ ફેન્સ જોશમાં આવી ગયા છે.
પુષ્પા 2ના નિર્માતાઓએ પુષ્પા પુષ્પા ગીતનું એક પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટ શેર કરતા, નિર્માતાઓએ લખ્યું, #પુષ્પાપુષ્પા – વિશ્વભરમાં હિટ. #Pushpa2FirstSingle ને YouTube પર 6 ભાષાઓમાં 2.26 મિલિયન+ લાઈક્સ મળી છે. તેમજ દસ કરોડથી વધુ વ્યુઝ મળ્યા છે. આ ગીત હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ અને બંગાળી ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સંગીતકાર દેવી શ્રી પ્રસાદ ઉર્ફે રોકસ્ટાર ડીએસપી અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગાયિકા શ્રેયા ઘોષાલે ગાયું છે.
પુષ્પાનું વધુ એક ગીત ધ કપલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થશે. આ ગીતમાં દર્શકોને ડબલ ટ્રીટ આપશે. આ ગીત શ્રેયા ઘોષાલે વિવિધ ભાષાઓમાં ગાયું છે. ફિલ્મ 15મી ઑગસ્ટે થિયેટરોમાં રિલિઝ થશે.