શું Allu Arjunની મુશ્કેલીમાં વધારો થશે ? સંધ્યા થિયેટરને પોલીસે લખેલો પત્ર વાયરલ

હૈદરાબાદ : સાઉથનો મેગાસ્ટાર અલ્લુ અર્જુન(Allu Arjun)તેની ફિલ્મ પુષ્પા-2 અને સંધ્યા થિયેટર નાસભાગના મામલાને લઈને ઘણા દિવસોથી ચર્ચામાં છે. જેમાં તાજેતરમાં અલ્લુ અર્જુનને ‘પુષ્પા 2: ધ રૂલ’ના સ્ક્રીનિંગ માટે સંધ્યા થિયેટરમાં બોલાવવામાં આવ્યો હતો, ત્યારબાદ નાસભાગમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને 2 અન્ય લોકો ઘાયલ થયા હતા. તેની બાદ આ કેસમાં અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને 14 ડિસેમ્બર, 2024 ના રોજ સવારે 7 વાગ્યે જામીન છોડવામાં આવ્યો હતો. આ દરમિયાન, હૈદરાબાદ સંધ્યા થિયેટરનો પત્ર વાયરલ થતાં જ પોલીસે એક નવું અપડેટ આપીને સત્ય જાહેર કર્યું છે.
હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટરને ચેતવણી આપી હતી
‘પુષ્પા 2’ના એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડ બાદ વિવાદ અટકી રહ્યો નથી. આ અગાઉ પોલીસે કોર્ટમાં દલીલ કરી હતી કે તેણે મેનેજમેન્ટને અભિનેતાને શોમાં ન આવવા માટે કહ્યું હતું. હવે આ પત્ર સાર્વજનિક થતાં તેમા નવો વળાંક આવ્યો છે. ચિક્કડપ્પલ્લી પોલીસ દ્વારા સંધ્યા થિયેટરના મેનેજમેન્ટને કથિત રીતે લખવામાં આવેલી એક નોંધ સામે આવી છે, જેમાં
તેમને ‘પુષ્પા 2’ ના પ્રીમિયર શો માટે અલ્લુ અર્જુનને થિયેટરમાં આમંત્રિત ન કરવાની ચેતવણી આપવામાં આવી છે. હૈદરાબાદ પોલીસનો આ પત્ર સોમવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ફિલ્મ જોવા માટે સ્ટાર્સને થિયેટરમાં આમંત્રિત ન કરો
ચિક્કાડપ્પલ્લી પોલીસ અધિકારીઓ દ્વારા સહી કરેલા અને સીલ કરાયેલા પત્રમાં થિયેટર મેનેજમેન્ટને જાણ કરવામાં આવી હતી કે થિયેટર અને નજીકની હોટલની નાની જગ્યાને કારણે નાસભાગ થવાની સંભાવના છે. આ કારણોસર, મેનેજમેન્ટને સલાહ આપવામાં આવી હતી કે 4 અને 5 ડિસેમ્બરે ફિલ્મ જોવા માટે સ્ટાર્સને થિયેટરમાં આમંત્રિત ન કરો.
સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો
તાજેતરમાં, થિયેટર મેનેજમેન્ટે એક પત્ર જાહેર કરીને જણાવ્યું હતું કે તેઓએ પોલીસને જાણ કરી હતી કે અલ્લુ અર્જુન,
રશ્મિકા મંદાના અને ફિલ્મના અન્ય કલાકારો પ્રીમિયર શોમાં હાજરી આપી શકે છે. આ અગાઉ પોલીસે કોર્ટમાં દલીલ કરી હતી કે તેણે મેનેજમેન્ટને અભિનેતાને શોમાં ન ન બોલાવવા માટે માટે કહ્યું હતું. હવે આ પત્ર સાર્વજનિક થતાં સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો છે.
આ પણ વાંચો…Viral Video: Alia Bhatt-Ranbir Kapoorના કિચનમાં દેખાઈ એવી વસ્તુ કે…
થિયેટર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી
સંધ્યા થિયેટર મેનેજમેન્ટે દાવો કર્યો હતો કે તેમણે અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ના પ્રીમિયરના બે દિવસ પહેલા પોલીસને જાણ કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી હતી. તેમ છતાં પોલીસે બંદોબસ્ત કર્યો ન હતો. બીજી તરફ પોલીસનું કહેવું છે કે થિયેટર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.