પાંચ વર્ષ બાદ બદલાઈ ‘પુષ્પરાજ’ની સ્ટાઈલ, જોવા મળશે નવા જ લૂકમાં
મુંબઈ: સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લૂ અર્જુને (Allu Arjun) પોતાના ‘પુષ્પાલુક’થી ચાહકોને આકર્શીત કર્યા છે. હાલમાં અલ્લુ અર્જુનની ‘પુષ્પા-2: ધ રુલ’ (Pushpa-2: The Rule) બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી રહી છે, ત્યારે આજે નવા વર્ષના અવસર પર અલ્લુ અર્જુન નવા લુકમાં જોવા મળશે.
ફિલ્મ પુષ્પા 2 સિનેમા જગતમાં સક્સેસફુલ ફિલ્મ બની ગઈ છે અલ્લૂ અર્જુન બોક્સ ઓફિસ પર રુલ કરી રહી છે, ફિલ્મમાં અલ્લુ અર્જુનના લુકની ઘણી વખાણ થઈ રહ્યા છે, લાંબા વાળ અને ડાઢીમાં પુષ્પાના પાત્રને એક નવો ફ્લેવર મળ્યો છે. અલ્લુ અર્જુને અંદાજે 5 વર્ષથી વધારે સમય સુધી પોતાના લુકને કાયમ રાખવા ઘણી મહેનત કરી છે, ત્યારે નવા વર્ષના અવસર પર એકટર ફેન્સને સરપ્રાઈઝ આપશે.
નવા વર્ષમાં અલ્લૂ જોવા મળશે નવા અંદાજમાં:
એક સમય હતો જ્યારે અલ્લૂ અર્જુન દર વર્ષે નવા લુકમાં જોવા મળતો હતો, લુકની સાથેના એક્સપ્રીમેન્ટના કારણે તેમને ‘સ્ટાઈલિશ સ્ટાર’નુ ટાઈટલ મળ્યું હતું. સૂત્રો મુજબ અલ્લૂ અર્જુને પોતાના લાંબા વાળ અને ડાઢીને ટ્રિમ કરી છે, ટુંક સમયમાં સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરશે. થોડા દિવસ પહેલા ‘પષ્પા 2’ની પ્રમોશન ઈવેંટમાં એક્ટરે પોતાના લુક વિશે વાત કરી હતી.
Read This Also…જાણીતા નિર્દેશ અનુરાગ કશ્યપે મુંબઈ છોડવાનો લીધો નિર્ણય, હકીકત શું છે જાણો?
અલ્લૂની ટ્રીમ ડાઢી બની ફેન્સ માટે ટેંશન:
અર્જુનની દાઢી કપાઈ જવાને કારણે ચાહકો ચિંતિત થયા છે, તેઓ તાજેતરમાં વેકેશન પર છે અહેવાલો મુજબ અર્જુન હૈદરાબાદથી દોહા જઈ રહ્યા હતા અને તેણે તેની દાઢી થોડી ટ્રિમ કરી છે