મનોરંજન

નેશનલ એવોર્ડ જીત્યા પછી ‘પુષ્પા’ સ્ટાર અલ્લુ અર્જુને કેમ દુખી હતો, દિલની વાત જાણો?

મુંબઈઃ ‘પુષ્પા‘ સ્ટાર અલ્લુ અર્જુને વર્ષ ૨૦૨૩માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા પછી અલ્લુ અર્જુન અને તેના ચાહકો ખુશખુશાલ હતા. અલ્લુ અર્જુને નેશનલ એવોર્ડ જીતનાર પ્રથમ તેલુગુ અભિનેતા બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેને આ એવોર્ડ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ માટે મળ્યો હતો. અલ્લુ અર્જુને એ વખતે કહ્યું હતું કે તે લાંબા સમયથી નેશનલ એવોર્ડનું સપનું જોઈ રહ્યો હતો, પરંતુ જ્યારે તે જીત્યો ત્યારે તે દુઃખી થઈ ગયો હોવાનું જણાવ્યું હતું.

અલ્લુ અર્જુન હવે ‘પુષ્પા ૨’માં જોવા મળશે, જે પાંચમી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. અલ્લુ અર્જુને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘મેં સુકુમારને માત્ર એક જ વાત જણાવી હતી કે આ ફિલ્મ હિટ છે કે ફ્લોપ છે તેની મને કોઈ પરવાહ નથી, હું ઈચ્છું છું કે આ ફિલ્મ મને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર અપાવે.’

‘સુકુમારે ત્યારબાદ મને કહ્યું હતું કે હું તને નેશનલ એવોર્ડ અપાવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. અને તમે માનશો નહીં કે દરેક શોટ માટે. સુકુમાર કહેતા હતા કે આ રેન્જ રાષ્ટ્રીય પુરસ્કાર માટે પૂરતી નથી. અલ્લુ અર્જુને આગળ કહ્યું હતું કે જ્યારે મને નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે હું ઉદાસ હતો.

એકવાર હું રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓની યાદી જોઈ રહ્યો હતો ત્યારે મને તેમાં એક પણ તેલુગુ નામ મળ્યું નહીં. મેં માત્ર નાગાર્જુન સરનું નામ જ જોયું હતું, પરંતુ તેમને પણ એક ખાસ રોલ માટે મળ્યું હતું. શ્રેષ્ઠ અભિનેતા તરીકે કોઈ નહોતું. તે મારા મગજમાં ઘર કરી ગયું હતું.’

આ પણ વાંચો : અલ્લુ અર્જુનની પુષ્પા 2 કરોડોમાં વેચાઈ, આ OTT પ્લેટફોર્મે રિલીઝ પહેલા જ રાઈટ્સ ખરીદ્યા

અલ્લુ અર્જુને કહ્યું હતું કે ‘મેં મારી જાતને કહ્યું કે આવા સારા કલાકારો છે, તો પછી તેઓ કેવી રીતે ચૂક્યા? તમારી પેઢી આ કેવી રીતે ચૂકી શકે? ટોલીવુડમાં ઘણી બધી મહાન હસ્તીઓ છે તો પછી આપણને એવોર્ડ કેમ ના મળ્યો? જ્યારે મને નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે હું ખુશ કરતાં વધુ દુ:ખી વધુ હતો. મને લાગ્યું કે તેલુગુ સ્ટારને આ એવોર્ડ જીતવામાં આટલો લાંબો સમય લાગ્યો.’

અત્યારે ‘પુષ્પા ૨’ના ટ્રેલર લોન્ચની તૈયારીઓ ચાલી રહી છે. ૧૭ નવેમ્બરના પટણાના ટ્રેલર લોન્ચ ઈવેન્ટનું આયોજન કર્યું છે. નિર્માતાઓ અનુસાર ‘પુષ્પા 2’નું ટ્રેલર ૨ મિનિટ ૪૪ સેકન્ડનું હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker