મનોરંજન

અલ્લુ અર્જુનનો નવો લૂક થયો વાયરલઃ ચાર વર્ષ બાદ પુષ્પરાજ ફરી બન્યો અલ્લુ…

પુષ્પા-2 ધ રૂલની સફળતા અને ફિલ્મના પ્રિમિયર સમયે થેયલાં મહિલાના મૃત્યુના કેસ વચ્ચે દોડભાગ કરતો અલ્લુ આજે એક બીજા જ કારણે ચર્ચામાં છે. પુષ્પા-2માં તેનો લૂક અલગ હતો અને તેને માટે તેણે વાળ, દાઢી એ રીતે વધાર્યા હતા અને લગભગ ચારેક વર્ષ માટે તે આ લૂકમાં જ દેખાયો હતો. પુષ્પા-2નો એ ડેશિંગ છતાં ગાવઠી લૂક તેના પર જચતો હતો અને લોકોએ તેને આ લૂકમાં જ પસંદ કર્યો હતો, પરંતુ હવે તેણે વાળ કપાવી લીધા છે અને દાઢી પણ ટ્રીમ કરાવી છે.

આ પણ વાંચો : Happy Birthday: રીયલ લાઈફમાં મેન્ટલ હેલ્થ વિશે વાત કરવાની હિંમત બતાવી આ અભિનેત્રીએ

પુષ્પા હૈદરાબાદમાં કોર્ટમા હાજરી આપવા આવ્યો હતો. કોર્ચે તેને 50,000ની જમાનત આપવા અને અનુમતિ વિના વિદેશ ન જવા કહ્યું છે. જોકે અહીં પુષ્પાને જોવા આવેલા લોકોએ તેના વીડિયો શૂટ કર્યા હતા જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પુષ્પા-2 ધ રૂલના પ્રિમિયર સમયે હૈદરાવાદની સંધ્યા ટોકીઝમાં અલ્લુના આવવાની વાત ફેલાતા ભાગદોડ મચી હતી અને એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું. આ મામલે પોલીસે અલ્લુ પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને રાજકારણ પણ ગરમાયું હતું.

આ પણ વાંચો : Kiara Advaniને હોસ્પિટલમાં દાખલ નથી કરાઈ? જાણો ટીમે શું કહ્યું…

બીજી બાજુ પુષ્પા-2એ મોટા ભાગના રેકોર્ડ તોડી 1600 કરોડ કરતા વધારે વર્લ્ડવાઈડ કમાણી કરી છે અને હજુ થિયેટરોમાં ચાલી રહી છે. આ ફિલ્મનો હજુ ત્રીજો ભાગ આવી રહ્યો છે, પરંતુ તે પહેલા જ અલ્લુ પોતાના ઓરિજનલ લૂકમાં આવી ગયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button