નવી દિલ્હીઃ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2023 નો કાર્યક્રમ વિજ્ઞાન ભવન, દિલ્હી ખાતે શરૂ થઇ ગયો છે. મુંબઈથી સ્ટાર્સ રાજધાની પહોંચ્યા છે જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમનું સન્માન કરવાના છે. તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનને પણ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હવે અભિનેતાએ એક ફોટો શેર કર્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અલ્લુ અર્જુન તેની પત્ની સ્નેહા રેડ્ડી સાથે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચી ગયા છે. અહીં અલ્લુ અર્જુનને ‘પુષ્પા’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવશે. તેમણે મંગળવારે તેમની ઇન્સ્ટા સ્ટોરી પર તેમના આમંત્રણનો ફોટો શેર કર્યો હતો.
અલ્લુ અર્જુન દિલ્હીના વિજ્ઞાન ભવન પહોંચી ગયા છે જ્યાં તેમણે રેડ કાર્પેટ પર નેશનલ ફિલ્મ એવોર્ડ જીતવા અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું- ‘હું આ ક્ષણને શબ્દોમાં વર્ણવી શકતો નથી. હું ખરેખર સન્માનિત અનુભવું છું.
આ સિવાય અલ્લુ અર્જુને તેની ફિલ્મ પુષ્પા ધ રાઈઝથી તેમનો ટ્રેડમાર્ક સ્ટેપ પણ કર્યો છે. પોતાની મોટી જીત પર તેમણે કહ્યું કે, હું ખૂબ જ ખુશ છું કે મને આ એવોર્ડ મળી રહ્યો છે. આ મારા માટે વ્યક્તિગત રીતે બેવડી સિદ્ધિ છે.