આ બે નેશનલ એવોર્ડ વિજેતા સાથે દેખાશે?
હમણાં જ જેમને નેશનલ એવોર્ડથી નવાઝવામાં આવ્યા તે સાઉથાન સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને કૃતિ સેનન કોઈ ફિલ્મમાં સાથે દેખાઈ શકે છે.
અલ્લુ અર્જુનની એક સોશિયલ મીડિયા પોસ્ટ પરથી આ સંકેત મળ્યો છે. અલ્લુએ એવોર્ડ ફંકશન બાદ પોતાની આલિયા ભટ્ટ તથા કૃતિ સેનન સાથેની તસવીર પોસ્ટ કરી હતી. તેમાં તેણે કૃતિની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. અલ્લુએ એમ પણ લખ્યું હતું કે તેઓ બહુ જલ્દીથી કોઈ ફિલ્મમાં સાથે આવે તેવું બની શકે છે. અલ્લુની આ પોસ્ટ બાદ બોલીવૂડ તથા સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા થઈ રહી છે. જોકે આદિપુરુષ ના શૂટિંગ દરમિયાન કૃતિ સેનનનું નામ પ્રભાસની ગર્લફ્રેન્ડ તરીકે પણ ચર્ચાઈ ચૂક્યું છે. આથી સાઉથના ફિલ્મ દર્શકોમાં પણ કૃતિ જાણીતું નામ છે. જોકે કૃતિએ આવી કોઈ ફિલ્મ વિશે હજુ કંઈ જણાવ્યું નથી. આ જોડી દર્શકો પહેલાવીર જોશે એટલે લોકોને ગમશે કે નહીં તે પણ સવાલ છે. વળી, તેમની ફિલ્મ શું છે કેવી છે તેના પર આખી વાતનો મદાર રહેલો છે.
કૃતિને મીમી જ્યારે અલ્લુ અર્જુનને પુષ્પા ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. દિલ્હીમાં આ એવોર્ડ વિતરણ સમારંભમાં કૃતિ અને અલ્લુ વચ્ચે સારી મિત્રતા હોવાનું પણ ચર્ચાયું હતું.
જોકે અલ્લુની પુષ્પા-2 2024માં આવશે. હાલમાં તો દર્શકો તેની રાહ જોઈ રહ્યા છે. જ્યારે કૃતિની ફિલ્મ ગણપત આવી રહી છે.