મનોરંજન

બિગ બીની આ યાદગાર વસ્તુઓ તમારી બની શકે છે કરવું પડશે માત્ર આટલું

બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના 81મા જન્મદિવસ પહેલા તેમની ઘણી યાદગાર વસ્તુઓની હરાજી કરવામાં આવશે. અભિનેતા અને તેના ચાહકો માટે આ જન્મદિવસ ખૂબ જ ખાસ રહેશે. તેની પાંચ દાયકા લાંબી કારકિર્દીમાં, અભિનેતાએ ઘણી આઇકોનિક ફિલ્મો આપી છે અને હજુ પણ બોક્સ ઓફિસ પર હિટ ફિલ્મો આપી રહી છે.

11 ઓક્ટોબર 1942ના રોજ જન્મેલા અમિતાભના 81મા જન્મદિવસને વધુ ખાસ બનાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ જન્મદિવસ તેના ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછો નથી. તેમની શાનદાર કારકિર્દીને શ્રદ્ધાંજલિ આપવા માટે બચ્ચનલિયા નામનો કાર્યક્રમ યોજવામાં આવશે. 5-7 ઓક્ટોબર દરમિયાન યોજાનાર આ ઈવેન્ટમાં ચાહકોને તેની ઐતિહાસિક સિનેમા સફરને લગતી યાદગાર વસ્તુઓ ખરીદવાની તક મળશે.

હરાજી થનારી વસ્તુઓમાં તેમના આઇકોનિક ફિલ્મ પોસ્ટર્સ, ફોટોગ્રાફ્સ, લોબી કાર્ડ્સ, શોકાર્ડ્સ, ફિલ્મ બુકલેટ્સ અને મૂળ આર્ટવર્કનો સમાવેશ થાય છે. deRivaz & Ives (ડીરિવાઝ એન્ડ આઇવ્સ) દ્વારા હરાજી હાથ ધરવામાં આવી રહી છે.
હરાજીના મુખ્ય આક્રષણોમાં ‘ઝંજીર’ શોકાર્ડ, ‘દીવાર’ શોકાર્ડ, ‘ફરાર’ શોકાર્ડ સેટ, ‘શોલે’ ફોટોગ્રાફિક સ્ટિલ્સ, ‘શોલે’, ‘મજબૂર’, ‘અનસીન’ની રિલીઝ પછી યોજાયેલી રમેશ સિપ્પીની વિશિષ્ટ પાર્ટીના ચાર અંગત ફોટોગ્રાફ્સ છે. ‘મિસ્ટર નટવરલાલ’, ‘ધ ગ્રેટ ગેમ્બલર’, ‘કાલિયા’, ‘નસીબ’, ‘સિલસિલા’ના પોસ્ટરો અને જાણીતા ગ્લેમર ફોટોગ્રાફર ગૌતમ રાજધ્યક્ષ દ્વારા શૂટ કરાયેલ અમિતાભનું એક દુર્લભ સ્ટુડિયો પોટ્રેટનો સમાવેશ થાય છે.

હવે સિનિયર બચ્ચનની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ‘ગણપત’ અને ‘કલ્કી 2898 એડી’માં જોવા મળશે. ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન અભિનીત ‘ગણપત’ 20 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે, જ્યારે પ્રભાસ અને દીપિકા પાદુકોણ અભિનીત ‘કલ્કી 2898 એડી’ 12 જાન્યુઆરી, 2014ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button