મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

અલ્કા યાજ્ઞિક એકલાં નથી, અચાનક બહેરાશની સમસ્યા વકરી રહી છે, હેડફોન લગાવનારા સાવધાન

અમદાવાદઃ પોતાના સુમધુર આવજથી હજારો કર્ણપ્રિય ગીત ગાનારી ગાયિકા અલ્કા યાજ્ઞિકે (Alka Yagnik) બે દિવસ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું કે તેમને બન્ને કાનમાં બહેરાશ આવી ગઈ છે અને કંઈ સંભળાતું નથી. (hearing loss) તે સમયે આ તકલીફ ઓછા લોકોને થાય છે, તેવા અહેવાલો વાયરલ થયા હતા, પરંતુ આ રીતે અચાનકથી સાંભળવાની શક્તિ ગુમાવનારાઓની સંખ્યા ભલે સરવાળે ઓછી હોય, પરંતુ સમસ્યા વધી રહી છે. બાળકો, યુવાનોમાં પણ આ સમસ્યા વકરી રહી છે. ડોક્ટરો આનું એક કારણ મોબાઈલ સાથે અટેચ્ડ કરી રાખવામાં આવતા હેડફોન જણાવે છે.

એક અહેવાલ અનુસાર કોરોનાકાળ પહેલા અમદાવાદની સિવિલ હૉસ્પિટલ (સોલા) ખાતે મહીનાદીઠ એક કે બે દરદી જોવા મળતા હતા, જેમને કાનમાં ન સંભાળાયની ફરિયાદ હોય, પરંતુ ડોક્ટરોના જણાવ્યા અનુસાર હવે લગભગ 30થી 40 દરદી મહીને એક અથવા બન્ને કાનમાં સાંભળવામાં તકલીફની સમસ્યા લઈને આવે છે.

આ પણ વાંચો: અલકા યાજ્ઞિકના ચાહકો માટે આવ્યા ખરાબ સમાચાર

સોલા સિવિલ હોસ્પિટલનાં ઈએનટી વિભાગના તબીબી નિષ્ણાતે જણાવ્યું હતું કે, એક અથવા બે કાને બહેરાશ માટે વિવિધ કારણો જવાબદાર છે, જેમાં કાન પાસે મોટો અવાજ કે ધડાકો થવો, કાનના ભાગે ઈજા થવી, વાયરલ ઈન્ફેક્શન થવું, મગજમાં ગાંઠ, ફટાકડાનો અવાજ વગેરે બાબતો સામેલ છે. કાનમાં કોઈ પણ જાતની તકલીફ થાય તો તરત જ ઈએનટી સર્જન પાસે જવું જોઈએ. છેલ્લા કેટલાક સમયથી સોલા સિવિલમાં 15થી 29 વર્ષની વયજુથના આ પ્રકારના 20થી વધુ બાળકો આવેલા છે. અને તેમને કોક્લિયર ઈમ્પ્લાન્ટથી સાંભળતા કરેલા છે. 45થી 60 ની વયજુથના 25થી 30 દર્દીઓ આવ્યા છે. અને તેમને મોડરેટ બહેરાશ હોવાથી હિયરીંગ એડડ અપાયા છે. કાનમા કોઈ પણ જાતની સમસ્યા હોય તો ઈએનટી સર્જનની સલાહ લેવી જોઈએ

આ સાથે નિષ્ણાતો એવી પણ સલાહ આપે છે કે પાણી પહેલા પાળ બાંધવા માટે બહેરાશ મામલે કેટલીક તકેદારી રાખવી જરૂરી છે જેમાં 80 ડેસિબલ્સ કરતા વધુ આવાજ જો દિવસમા આઠ કલાક કરતા વધુ સાભળવામાં આવે તો. નોઈડ ઈન્ડયુસ્ડ ડેફનેસ આવી શકે છે.

કાનમાં હેડફોન-એરપોડ્સ સતત રાખીને સતત ઉચા આવાજે સંગીત સાંભળવાથી પણ બહેરાશ આવે છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો