પ. બંગાળમાં ગુજરાતી પરિવારમાં જન્મેલી પ્લેબેક સિંગર અલકા યાજ્ઞિકના મધુર અવાજે આજે ઘણા લોકોને દિવાના બનાવી દીધા છે. તે ભારતીય સિનેમામાં ચાર દાયકા કરતાં વધુ સમયથી ગાય છે. તેમણે વિવિધ ભારતીય ભાષાઓમાં લગભગ 20 હજાર ગીતો ગાયા છે. માધુરી દીક્ષિતથી લઈને શ્રીદેવી સુધીની અનેક અભિનેત્રીઓ માટે ગાયેલા અગણિત ગીતો આજે પણ આપણને મંત્રમુગ્ધ કરે છે. પણ આજે અલકા યાજ્ઞિક અવાજની દુનિયાથી દૂર થઇ ગઇ છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ફેન્સને તેની માટે પ્રાર્થના કરવા કહ્યું છએ, જેના કારણે લોકો પણ ચિંતામાં છે.
અલ્કા યાજ્ઞિકે પોતાની એક તસવીર શેર કરતા જણાવ્યું છે કે વાયરલ એટેક પછી તેને તકલીફ શરૂ થઈ અને એક દિવસ ફ્લાઈટમાંથી ઉતરતી વખતે તેને અહેસાસ થયો કે તે કંઈ સાંભળી શકતી નથી. તેની શ્રવણ શક્તિ ચાલી ગઇ છે. અલ્કા એક દુર્લભ રોગથી પીડાય છે અને બંને કાનમાં બહેરી થઇ ગઇ છે. અલકા યાજ્ઞિક પણ આઘાતમાં છે અને હકીકતને સ્વીકારવાનો પ્રયત્ન કરી રહી છે.
ડૉક્ટરના જણાવ્યા મુજબ, વાયરલ હુમલાને કારણે થતી દુર્લભ સેન્સોરિનરલ નર્વની બિમારીને કારણે અલકા શ્રવણશક્તિ ગુમાવી ચૂકી છે. ઉપરાંત તેમની વાળ ખરવાથી સમસ્યા પણ વધી ગઇ છે. અલકા યાજ્ઞિકે તેના યંગ ફેન્સને પણ લાઉડ મ્યુઝિક કે હેડફોન્સમાં મોટા અવાજે ગીત-સંગીત સાંભળવા સામે ચેતવ્યા હતા.
આ પણ વાંચો : Sonakshi weds Zahir: હેં…દીકરીના લગ્નમાં શત્રુધ્ન સિન્હા હાજરી નહીં આપે?
અલકા યાજ્ઞિકની પોસ્ટ પર ફેન્સ અને સેલિબ્રિટીઓની કમેન્ટનો વરસાદ થયો છે. લોકો તેમને હિંમત રાખવા કહી રહ્યા છે. સોનુ નિગમે લખ્યું હતું કે, ‘મને લાગ્યું જ કે કંઇક બરાબર નથી. હું તમને મળવા આવીશ. ભગવાન તમને જલદી સાજા કરે.’ ઇલા અરૂણે લખ્યું હતું કે, ‘આ વાત જાણીને બહુ જ ખરાબ લાગ્યું. એક્સપર્ટ ડૉક્ટરોની સારવારથી તમે જરૂર સાજા થઇ જશો અને અમે પણ તમારો મધુર આવાજ સાંભળી શકીશું.’ પૂનમ ધિલ્લોને લખ્યું હતું કે, ‘તમને ઘણો પ્રેમ અને આશિર્વાદ, ભગવાન તમને જલદી સાજા કરે. તમારી માટે પ્રાર્થના.’
ચાહકો પણ અલકાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેમના જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.