મનોરંજન

આલિયાએ પોસ્ટ કર્યા રાહા સાથે ફોટો, યુઝર્સે પૂછ્યું કંઈક એવું કે….

બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને એક્ટર રણબીર કપૂરની જેમ જ તેમની દીકરી રાહા કપૂર પણ ફેન્સની ફેવરેટ બની ગઈ છે અને આલિયાએ રાહાનું ઈન્ટરનેટ ડેબ્યુ કરાવ્યું છે. આલિયા ભટ્ટે ખુદ રાહાનો ફોટો પોતાના એકાઉન્ટ પરથી શેર કર્યો છે અને આ ફોટોમાં મા-દીકરી બંનેને જોઈને ફેન્સ એ જ નક્કી નહોતા કરી શક્યા બંનેમાંથી બેબી કોણ છે? આ સાથે આલિયાએ પોતાનો બોસી લૂક પણ શેર કર્યો છે.

આલિયા ભટ્ટે હાલમાં જ પોતાની દીકરી રાહા સાથેનો ફોટો પોસ્ટ કર્યો છે અને તેણે આ ફોટોની સાથે સાથે જ Wholesome કેપ્શન સાથે પોતાના બીજા છ ફોટો પણ શેર કર્યા છે જેમાં તે રાહા સાથે ટ્વીનિંગ કરતી જોવા મળી હતી.

આ ફોટોમાં રાહા અને આલિયાના ચહેરા પર જોવા મળી રહેલાં સ્માઈલથી તેની ઈન્સ્ટા ફેમિલી પણ ખુશ થઈ છે. એક્ટ્રેસ શિબાની અખ્તરે આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આનાથી વધુ ક્યુટ શું હોઈ શકે? જ્યારે બીજા એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે સૌથી વધુ રાહ જોઈ હતી રાહાના ઈન્સ્ટા ડેબ્યુની…


https://www.instagram.com/p/C4F0crMvu0C/?utm_source=ig_web_copy_link


આ ફોટો સિવાય વાત કરીએ આલિયાના લેટેસ્ટ લૂકની તો દીકરી સાથે ફોટો સિવાય આલિયાએ પોતાનો બોસી લૂક પણ શેર કર્યો છે અને ફેન્સને તેનો આ લેટેસ્ટ બોસી લૂક પણ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સ તેના વખાણ કરતાં થાકી નથી રહ્યા. આલિયાના આ ફોટો એક લોન્ચ ઈવેન્ટના છે, જેમાં તે એકદમ ગ્લેમરસ લૂકમાં જોવા મળી રહી છે.
આલિયા ભટ્ટ ઓલ બ્લેક બ્લેઝર અને પેન્ટમાં એકદમ ક્લાસી લાગી રહી છે. એક્ટ્રેસે આ આઉટફિટ સાથે હેવી ગોલ્ડન ચેન અને ઈયરરિંગ્સ પહેરીને લૂકના કમ્પલિટ કર્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button