આલિયા ભટ્ટની એ સાડી પર પતિ રણબીર કપૂરે આપ્યો ખુલાસો…

બી-ટાઉનની એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં લાઈમલાઈટમાં આવી છે અને એનું કારણ છે તેને હાલમાં જ એનાયત કરવામાં આવેલો નેશનલ એવોર્ડ. આ નેશનલ એવોર્ડ આલુબેબીને તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે મળ્યો હતો. જોકે, આ એવોર્ડ મેળવીને પણ આલિયા ખુશ નથી. દરમિયાન તેણે એવોર્ડ સેરેમની વખતે કંઈક એવું કર્યું હતું કે જેને કારણે તે લાઈમલાઈટમાં આવી હતી.
વાત જાણે એમ છે કે એવોર્ડ લેવા પહોંચેલી આલિયા ભટ્ટ તેણે લગ્નમાં પહેરેલી સાડી પહેરીને પહોંચી હતી. જોકે, આવું બોલ્ડ સ્ટેપ લેનારી આલિયા એ પહેલી જ એક્ટેસ હતી અને એને કારણે તેની ભરપુર પ્રશંસા પણ કરાઈ રહી છે. જોકે, કેટલાક વાંક દેખ્યા લોકોએ આમાં પણ ખરાબી જ જોઈ હતી અને એવી ટિપ્પણી કરી હતી આલિયા પાસે નવી સાડી કે ડ્રેસ નહોતો એટલે તેણે ફરી એક વખત પોતાના લગ્નમાં પહેરેલી સાડી પહેરવાનું જ પસંદ કર્યું હતું.
વાસ્તવમાં આલિયા 69માં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારંભમાં પોતાના વેડિંગ કપલમાં જોવા મળી જોકે, હવે પતિ રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટે પોતે કેમ આ સાડી પહેરી એ વિશે ખુલાસો કર્યો હતો. રણબીરે આપેલું કારણ ખૂબ જ રસપ્રદ છે અને સ્પર્શી જાય એવું છે.
નેશનલ એવોર્ડ મળ્યા બાદ આલિયાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી ફિક્સ કરી હતી. આ પોસ્ટમાં આલિયા અને રણબીરે પોતાની સાડી અંગે ખુલસો કર્યો હતો કે ‘ખાસ દિવસ માટે આઉટફિટ પણ એકદમ ખાસ હોવો જ જોઈએ. ઘણી વખત એવું પણ બને છે કે આપણી પાસે એ આઉટફિટ પહેલાંથી જ હોય છે કે જે પહેલાંથી જ આપણા જીવનમાં ખાસ હોય છે અને એ આઉટફિટ ફરી એક વખત ખાસ બની જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આલિયાએ આ પોસ્ટ સાથે રિવેર, રિયુઝ અને રિપીટ હેશટેગ પોસ્ટ કર્યા હતા. આ પહેલાં બીકેસી ખાતે યોજાયેલી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ની બેઠક દરમિયાન પણ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી, કારણ કે તે આ ઈવેન્ટમાં તે પતિ રણબીર કપૂરના ખભે માથું નાખીને સૂઈ ગયો હતો.