મનોરંજન

કિયારા અડવાણી માટે સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્સ ગર્લફ્રેન્ડે મોકલાવી ખાસ ગિફ્ટ્સ અને પછી જે…

બોલીવૂડના ક્યુટ કપલ્સમાં બોલીવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ગણતરી કરવામાં આવે છે અને બંને જણ બેમાંથી ત્રણ થવા જઈ રહ્યા છે. માર્ચ, 2025માં જ બંને જણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ગુડ ન્યુઝ ફેન્સ સાથે શેર કરી હતી. હવે સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્સ ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી આલિયા ભટ્ટે કિયારા માટે ખાસ ગિફ્ટ્સ મોકલાવી છે. આવો જોઈએ શું છે આ ગિફ્ટ્સમાં ખાસ…

વાત જાણે એમ છે આલિયા ભટ્ટ એક્ટિંગ સિવાય બેબી ક્લોથિંગ બ્રાન્ડ એડ-એ-મમ્મા પણ ચલાવે છે. એક્ટ્રેસે કિયારા અડવાણીને પોતાની જ બ્રાન્ડના બેબી માટેના ક્યુટ કપડાં મોકલાવ્યા છે. કિયારાએ ખુદ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને ગિફ્ટ્સના ફોટો શેર કર્યા છે અને લખ્યું છે કે થેન્કયુ મામા આલિયા ભટ્ટ…

આ પણ વાંચો: સારા અલી ખાને આલિયા ભટ્ટ અંગે કરી ચોંકાવનારી વાત કે મને એનાથી ઈર્ષા થઈ હતી, કારણ

અહીંયા તમારી જાણ માટે કે આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું અને આ ફિલ્મ સમયે બંને જણ એકબીજાની નજીક આવ્યા હતા અને એ સમયે બંનેના અફેયરની ચર્ચા પણ જોરશોરથી ચાલી હતી. જોકે, બંને જણ બાદમાં અલગ થઈ ગયા હતા. સિદ્ધાર્થ મલ્હોત્રાએ કિયારા અડવાણી અને આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે લગ્ન કરી લીધા.

હાલમાં જ મેટ ગાલા-2025માં કિયારા અડવાણીએ શાનદાર ડેબ્યુ કર્યું હતું. વ્હાઈટ ટ્રેન અને બ્લેક ગાઉન સાથે મેટેલિક બ્રેસપ્લેટ પહેરીને બેબી બંપ કોન્ફિડન્સથી ફ્લોન્ટ કર્યું હતું. તેનો આ લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો હતો. વાત કરીએ સિદ્ધાર્થની તો તે પણ પોતાની નવી સફર માટે એક્સાઈટેડ છે. હાલમાં જ તેણે યુરોપ ટ્રિપના ફોટો શેર કર્યા હતા. જેમાં તે કેફેમાં હસતો જોવા મળ્યો હતો અને કેમેરાની પાછળ કિયારાની પણ એક ઝલક જોવા મળી હતી.

આ પણ વાંચો: કિયારા અડવાણીએ અંગે રામ ગોપાલ વર્માએ કરી વિવાદાસ્પદ પોસ્ટ, પછી ડિલિટ કરી

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રેગ્નન્સીને કારણે કિયારા કામથી દૂર રહે છે અને પોતાની હેલ્થ પર ધ્યાન આપી રહી છે. પરંતુ ટૂંક સમયમાં જ રિતીક રોશન અને જુનિયર એનટીઆર સાથે વોર ટુમાં જોવા મળશે, જે 14મી ઓગસ્ટ, 2025ના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button