મનોરંજન

આલિયાની જે ફિલ્મની ટીકા કંગનાએ કરી હતી, તેનાં કરતા પણ ઈમરજન્સી પાછળ

સાંસદ થયાં બાદ કંગના રનૌતની પહેલી ફિલ્મ ઈમરજન્સી થિયેટરોમાં રિલિઝ થયાના ચાર દિવસમાં જ પડી ભાંગી છે. ફિલ્મે સોમવારે એક કરોડનો બિઝનેસ કર્યો છે અને માત્ર 7 ટકા ઓક્યુપન્સી થિયેટરોમાં હોવાનું મીડિયા અહેવાલો જણાવે છે.
કંગના દ્વારા નિર્દેશિત અને અભિનિત ફિલ્મ રૂ. 60 કરોડમાં બની છે, પરંતુ હજુ સુધી માત્ર 11.39 કરોડ કમાણી કરી છે. ફિલ્મે રવિવારે રૂ. 4.25નો ધંધો કર્યો હતો. જોકે અગાઉ પણ કંગનાની થલાઈવી, તેજસ અને ધાકડ જેવી ફિલ્મોએ ખાસ કંઈ બિઝનેસ કર્યો નથી. જોકે તેમ છતાં બોલવા પહેલા ન વિચારતી કંગનાએ આલિયા ભટ્ટની ફિલ્મ જીગરા માટે કમેન્ટ કરી હતી અને હવે આ કમેન્ટ ફરી વાયરલ થઈ રહી છે. જીગરા આલિયાની નિર્માત્રી તરીકેની પહેલી ફિલ્મ હતી અને તે ખાસ કંઈ સફળ થઈ ન હતી. તે સમયે કંગનાએ આલિયાની ટીકા કરી હતી.

Also read: આલિયાનો ‘લેડી બોસ’ લુક છવાયોઃ પેન્ટ સૂટ પહેરીને આલિયાએ કર્યા ઘાયલ

કંગનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે તમે જ્યારે હીરોઈન સેન્ટ્રિક ફિલ્મનો રકાસ કાઢવાનો વિચાર કરો છો ત્યારે તે ન ચાલે તેવું તમે નક્કી કરી નાખો છો અને તે નથી જ ચાલતી. ફરી વાંચો. તેની આ ટ્વીટ આલિયાના જીગરાના કલેક્શન બાબતે જ હતી. જોકે આલિયાની ફિલ્મ કરતા પણ કંગનાની ફિલ્મને ઓછું કલેક્શન મળ્યું છે. જો બન્ને ફિલ્મોની સરખામણી કરીએ તો જીગરાએ પહેલા દિવસે રૂ. 4.55 કરોડની કમાણી કરી હતી જ્યારે ઈમરજન્સીએ રૂ. 2.5 કરોડની કમાણી કરી હતી. પહેલા વીક એન્ડ અને સોમવારે જીગરાએ અનુક્રમે રૂ. 6.55 કરોડ, 5.5 કરોડ અને 1.65 કરોડની કમાણી કરી હતી જ્યારે ઈમરજન્સીએ રૂ. 3.6 કરોડ, રૂ. 4.25 કરોડ અને રૂ. 1.4 કરોડની કમાણી કરી હતી. જોકે આલિયાએ કંગનાની કમેન્ટનો કોઈ જવાબ આપ્યો નથી, પરંતુ કંગનાની ફિલ્મે કંગનાને જ જવાબ આપી દીધો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button