વાત સાચી છે? આલિયાની ફિલ્મ જિગરા પપ્પા મહેશ ભટ્ટની આ ફિલ્મનું એડોપ્શન છે…
રાહાની મમ્મી બન્યા બાદ આલિયા ભટ્ટ (Alia Bhatt) ની પહેલી ફિલ્મનું ટીઝર રિલિઝ થયું છે. 11મી ઑક્ટોબરે રિલિઝ થનારી ફિલ્મ જિગરાનું ટીઝર ખૂબ જ વખાણવામાં આવ્યું છે અને આલિયાએ અપેક્ષા પ્રમાણે જ જબરજસ્ત પર્ફોમ કર્યું હોય તેમ જણાઈ રહ્યું છે. ફિલ્મમાં આલિયા અને વેદાંગ રૈના (Vedang Raina) ભાઈ-બહેન છે અને સ્ટોરી તેમની આસપાસ ફરતી દેખાઈ છે. ફિલ્મમાં આલિયા એક્શન કરતી દેખાઈ છે અને તમને જણાવી દઈએ કે આના ફિલ્મના અમુક સિકવન્સનું શૂટિંગ આલિયાએ પ્રેગનન્સી દરમિયાન પણ કર્યું હતું.
ખેર વાત આપણે કરવાની છે આ ફિલ્મની મૂળ વાર્તાની. તો એમ કહેવાઈ રહ્યું છે આ ફિલ્મની વાર્તા આલિયાના પિતા મહેશ ભટ્ટ અને કરણ જોહરના પિતા યશ જોહરની 1993માં આવેલી જિગરાનું એડોપ્શન છે. 1993માં શ્રીદેવી, સંજય દત્ત અને રાહુલ રૉયને ચમકાવતી ફિલ્મ ગુમરાહ (Gumrah)તમને યાદ હોય તો આ ફિલ્મમાં શ્રીદેવી ડ્રગ્સના કેસમાં ખોટી રીતે ફસાઈ છે અને સંજય દત્ત તેને છોડાવવા દરેક હદ સુધી જાય છે. તે સમયે ગુમરાહે ઠીકઠીક બિઝનેસ કર્યો હતો.
જિગરામાં મેકર્સે સ્ટોરીમા બહુ મોટા ફેરફાર કર્યા છે. અહીં હીરો-હીરોઈનને બદલે ભાઈ-બહેન છે અને ભાઈને બચાવવાની વાત છે. આ ફિલ્મ આલિયા અને કરણે પ્રોડ્યુસ કરી છે અને બન્ને માટે ફિલ્મના રાઈટ્સ લેવા મુશ્કેલ નથી કારણ કે ખરેખર બન્નેના પપ્પાની ફિલ્મ છે. આ મામલે સત્તાવાર તો કંઈ જાણવા મળ્યું નથી, પંરતુ મીડિયા રિપોર્ટ્સ કહે છે કે ફિલ્મ વિદેશની ધરતી પર ફસાયેલા ભાઈને છોડાવવાની વાર્તા છે જે ગુમરાહને મળતી આવે છે.
જે હોય તે આલિયાનું આ એક્શન પેક ફિલ્મનું ટીઝર ધૂમ મચાવી રહ્યું છે.