ન ચહેરા પર સ્માઈલ ન આઈ કોન્ટેક્ટઃ આલિયા ભટ્ટના વીડિયોથી ફેન્સ નારાજ
ફિલ્મ એનિમલ રીલિઝ થઈ છે અને ફિલ્મના રિવ્યુ વાયરલ થયા છે તેમ જ લોકો રણબીર કપૂરના વકાણ કરતા થાકતા નથી, પરંતુ સોશયિલ મીડિયા પર રણબીર અને રશ્મિકાને બદલે રશ્મિકા અને આલિયા ભટ્ટ એટલે કે રણબીરની પત્ની ધૂમ મચાવી રહ્યા છે. જોકે આમા રશ્મિકાનો તો કોઈ રોલ નથી, પણ આલિયા ભારે ટ્રોલ થઈ રહી છે. હવે આ પાછળનું કારણ ગમે તે હોય, પણ આલિયાએ પોતે જ ટ્રોલિંગ નોતર્યું છે. આ વાત છે એનિમલ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રિનિંગની. આલિયા ભટ્ટ રણબીરના એનિમલ લૂકનું ટીશર્ટ પહેરી મમ્મી અને સાસુ સાથે આવી હતી. બીજી બાજુ ફિલ્મની હરોઈન રશ્મિકા પણ સ્ટનિંગ લાગતી હતી. ફિલ્મની સ્ક્રિનિંગ પૂરી થતાં જ બહાર નીકળતા સમયે આલિયાએ રશ્મિકાને હગ તો આપ્યું પણ તેના વિચિત્ર હાવભાવ અને મન વિનાના મળવાએ સૌનું ધ્યાન ખેંચ્યું ને સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થઈ.
આ વાયરલ વીડિયો પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું – ‘આલિયાનો એટિટ્યૂડ તેના ચહેરા પર દેખાઈ રહ્યો છે, બીજાએ લખ્યું – આઈ કોન્ટેક્ટ નથી ખૂબ જ દુઃખદ… બોલિવૂડનું બેશરમ વર્તન…’, આલિયાનું સ્મિત નકલી લાગે છે. , આલિયા તેની સાથે ખૂબ જ અસભ્ય વર્તન કરતી હતી. ઘણા લોકોએ આલિયાને અહંકારી તરીકે પણ ટેગ કરી છે. તેવી જ રીતે, નેટીઝન્સ સતત આલિયાની ટીકા અને ટીકા કરતા જોવા મળે છે. આ પાછળનું કારણ ખબર નથી, પરંતુ નેટિઝન્સ ટ્રોલ કરવા કારણની રાહ જોતા નથી.
ફિલ્મમાં લોકોએ રણબીર રશ્મિકાની જોડીને પસંદ કરી છે. તેમના વચ્ચે ઈન્ટિમેટ સિન્સ પણ છે. પહેલા આ રોલ માટે પરિણિતી ચોપડાની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ તે બાદ નિર્માતાઓએ રશ્મિકાને સાઈન કરી હતી. જોકે ફિલ્મમાં રશ્મિકાએ ખાસ કંઈ ઉકાળ્યું ન હોવાનું દર્શકો કહી રહ્યા છે.