મનોરંજન

આલિયા ભટ્ટનું જૂઠાણું ઉઘાડું પડ્યું, ભારત-પાક ટેન્શન નહીં આ કારણે નહીં જાય કાન ફિલ્મ ફેસ્ટિવલ?

બોલીવૂડ એક્ટ્રેસ આ વખતે આલિયા ભટ્ટ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કરવાની હતી, પરંતુ ત્યાર બાદ એવા સમાચાર સામે આવ્યા કે ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલાં તણાવને ધ્યાનમાં લઈને એક્ટ્રેસે પોતાનું કાન ફિલ્મ ફેસ્ટિવલ ડેબ્યુ કેન્સલ કરી નાખ્યું છે. જોકે, હવે આ બાબતે ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર આલિયાએ પોતાનું ડેબ્યુ કેન્સલ નહીં પણ પોસ્ટપોન કર્યું છે અને એનું કારણ ભારત-પાકિસ્તાન તો જરાય નથી… ચાલો તમને જણાવીએ આખી ઈનસાઈડ સ્ટોરી-

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આલિયા ભટ્ટ ભારત-પાકિસ્તાન વચ્ચે થઈ રહેલી નોર્મલ પરિસ્થિતિને જોતા હવે કાન ફિલ્મ ફેસ્ટિવલના છેલ્લાં દિવસે ફ્રેન્ચ રૂબેરા જશે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે આલિયાના ભારત-પાકિસ્તાનના ટેન્શનનું કારણ આપી ડેબ્યુ કેન્સલ કરવાના અહેવાલોમાં કોઈ સચ્ચાઈ નથી.

આ પણ વાંચો: કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ફિલ્ટર થયા ઓન, હવે આવા કપડાં નહીં પહેરી શકે સેલેબ્સ…

આલિયા ભટ્ટે પોતાનું ડેબ્યુ પોસ્ટપોન કર્યું એનું કારણ પણ ભારત-પાક ટેન્શન નહીં પણ કાન ફિલ્મ ફેસ્ટિવલનો એક રૂલ છે. આ રૂલને કારણે તે તેણે પોતાનું ડેબ્યુ પોસ્ટપોન કર્યું છે. વાત જાણે એમ છે કે આલિયા પોતાના ડેબ્યુ માટે એક ખાસ આઉટફિટ પહેરવાની હતી. પરંતુ કાન ફિલ્મ ફેસ્ટિવલના લેટેસ્ટ નવા રૂલને કારણે આલિયાએ પોતાનો નિર્ણય બદલવો પડ્યો છે.

આલિયા પોતાના ડેબ્યુ પર લોન્ગ ટેલવાળો ગાઉન પહેરવાની હતી. પરંતુ કાન ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા આ વખતે ન્યુડિટી અને ઓવરસાઈઝ્ડ આઉટફિટ પર લગાવેલા પ્રતિબંધને કારણે આલિયાને આ નિર્ણય લેવો પડ્યો છે. હવે આલિયા 23મી કે 24મી મેના રોજ કાનના રેડ કાર્પેટ પર વોક કરતી જોવા મળી શકે છે. એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આલિયાની પીઆર ટીમે જાણીજોઈને ભારત-પાક વચ્ચેની ટેન્શનનું કારણ આપ્યું હતું.

આ પણ વાંચો: પૈસા આપીને નકલી રેડ કાર્પેટ પર કોઇ પણ ચાલી શકે છે, કાન ફિલ્મ ફેસ્ટિવલ વિશે ચોંકાવનારા ખુલાસા

અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં અનેક બોલીવૂડ સેલેબ્સ ડેબ્યુ કરવા જઈ રહ્યા છે જેમાં જ્હાન્વી કપૂર, ઐશ્વર્યા રાય અને નિતાંશી ગોયલથી લઈને સિંગર આસ્થા ગિલના નામ સામે આવી રહ્યા છે.

આ ઉપરાંત એશિયાના સૌથી જૂના અને ગુજરાતીઓના ગૌરમસમા ગુજરાતી અખબાર મુંબઈ સમાચારની ડોક્યુમેન્ટરી ‘મુંબઈ સમાચાર 200 નોટ આઉટ’નું પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ ડોક્યુમેન્ટરીનું ટ્રેલર વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના હસ્તે કરવામાં આવ્યું હતું અને ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button