મનોરંજન

બોલીવૂડનું આ ક્યુટ કપલ બનશે બીજી વખત પેરેન્ટ્સ, વિચારી રાખ્યું છે દીકરાનું નામ પણ…

બોલીવૂડની ક્યુટ અને હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસમાંથી એક એટલે આલિયા ભટ્ટ (Alia Bhatt). આલિયા ભટ્ટ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર (Ranbir Kapoor)ની ગણતરી ઈન્ડસ્ટ્રીના પાવર કપલમાં કરવામાં આવે છે. હવે આ કપલને લઈને જ એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે રાહાના જન્મ બાદ આ કપલ સેકન્ડ બેબી પ્લાન કરી રહ્યા છે. એટલું જ નહીં કપલે તો દીકરાનું નામ પણ વિચારી રાખ્યું છે. ખુદ આલિયાએ આ વાતનો ખુલાસો હાલમાં એક પોડકાસ્ટ પર કર્યો છે.

Video: Alia was busy playing table tennis and then her daughter Raha fell...

આલિયા ભટ્ટે પોડકાસ્ટમાં વાત કરતાં જણાવ્યું હતું કે આ વાત એ સમયથી છે કે જ્યારે હું અને રણબીર બંને જ એક એક્સાઈટેડ મધર-ફાધરની જેમ ફેમિલી ગ્રુપમાં એક દીકરા અને એક દીકરીના નામ માટેના સજેશન મંગાવ્યા હતા. જેથી અમે એમાંથી એક દીકરા કે દીકરી માટેનું નામ પસંદ કરી શકીએ. અમારી પાસે અનેક નામના સજેશન આવ્યા હતા અને એમાંથી એક દીકરી અને એક દીકરાનું નામ પસંદ કર્યું હતું.

આ પણ વાંચો: આલિયા ભટ્ટે પોતાને ‘ડ્રીમર’ ગણાવી આ તસવીર શેર કરીને લખી મોટી વાત…

એક્ટ્રેસે આગળ એવું પણ કહ્યું હતું કે ઠીક છે આ એક ખૂબ જ સરસ નામ છે અત્યારે હું એ નામનો ખુલાસો નથી કરી રહી. પછી જ્યારે અમે દીકરીના નામ માટે સાસુ નીતુ કપૂર પાસે સજેશન માંગ્યુ તો તેમણે જણાવ્યું કે રાહા કેવું લાગે છે? જો ભવિષ્યમાં તમને ક્યારેક દીકરો આવશે તો તેના નામ સાથે પણ આ નામ સારું લાગશે. એક દીકરો એક દીકરી આ એક હકીકતમાં સુંદર કોમ્બિનેશન છે.

આ પણ વાંચો: આલિયા ભટ્ટે સાંવરિયાને આ રીતે કહ્યું હેપ્પી બર્થ ડે બેબી, રણબીરે આપી ફેન્સને આ ગિફ્ટ…

આલિયાએ આ પોડકાસ્ટમાં રાહાના નામનો અર્થ પણ જણાવ્યો હતો. તેણે કહ્યું કે રાહાનો અર્થ થાય છે શાંતિ અને આનંદ… અમારી માટે રાહા જ બધું છે.

આલિયા ભટ્ટના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ જિગરામાં જોવા મળી હતી. આ સિવાય તે સ્પાય યુનિવર્સની ફિલ્મ અલ્ફાને કારણે ચર્ચામાં છે. આલિયાએ આ ફિલ્મના અનેક સીન પણ શૂટ કર્યા છે. આ ફિલ્મમાં આલિયા સાથે બોબી દેઓલ અને શરવરી વાઘ મહત્ત્વના રોલમાં જોવા મળશે. આ ઉપરાંત આલિયા સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ એન્ડ વોરમાં પણ જોવા મળશે, જેમાં તેની સાથે વિકી કૌશલ પણ જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button