આલિયા અને રણબીરે રાહાને પહેરાવી આટલી સસ્તી હેર ક્લિપ્સ!
બોલીવૂડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગઈકાલથી તેમની દીકરી રાહાની એક ઝલક દેખાડી છે ત્યારથી જ ટ્રેન્ડમાં છે અને ફરી એક વખત આ કપલ ચર્ચામાં આવ્યું છે અને એનું કારણ છે આ કપલે તેમની પ્રિન્સેસને પહેરાવેલી ક્યુટ હેર ક્લિપ્સને કારણે. સોશિયલ મીડિયા પર ગઈકાલથી રાહાલી ક્યુટનેસની સાથે સાથે જ તેણે પહેરેલી હેર ક્લિપની કિંમતની ચર્ચા ચાલી રહી છે.
ગઈકાલે એટલે કે 25મી ડિસેમ્બરના ક્રિસમસ નિમિત્તે રણબીર અને આલિયાએ પોતાની લાડકવાઈ દીકરીનો ચહેરો ફેન્સને દેખાડ્યો હતો. ક્યુટ ફેસ, ભૂરી ભૂરી આંખો, ક્રિસમસ થીમવાળા ડ્રેસમાં રાહા એકદમ ક્યુટ લાગી રહી હતી અને તેની ક્યુટનેસમાં ચાર ચાંદ લગાવી રહી હતી તેની હેર ક્લિપ્સ…
સોશિયલ મીડિયા પર ગઈકાલથી રાહાની હેર ક્લિપ્સ અંગે ચર્ચા ચાલી રહી છે અને જ્યારે આ હેર ક્લિપ્સ વિશે થોડું ઘણું રિસર્ચ કર્યું એવું જાણવા મળ્યું કે આ હેર ક્લિપ્સ અમેરિકાની ફેમસ ચિલ્ડ્રન બ્રાન્ડ Cartersની છે. ઓફિશિયલી જ્યારે આ હેર ક્લિપ Baby 4-Pack Floaral Hair Clips નામથી છે અને એના એક પેકમાં ચાર ક્લિપ હોય છે, જેને કોઈ પણ ડ્રેસ સાથે મેચ કરી શકાય છે. આ હેર ક્લિપની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને હાથથી બનાવવામાં આવી છે અને તે 0થી 24 મહિનાની બાળકીઓ માટે એકદમ પરફેક્ટ છે.
એક ફેન દ્વારા સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ક્લિપ તેણે બેબી રાહા માટે રણબીર અને આલિયાને ગિફ્ટ કર્યા હતા. કપલના ચાહકે સોશિયલ મીડિયા પર ક્લિપનો ફોટો પણ શેર કર્યો છે જેમાં આ ક્લિપની કિંમત જોવા મળે છે. પેકેટ પર આ ક્લિપ્સની કિંમત પણ જોવા મળી રહી છે. ઓફિશિયલ વેબસાઈટ પર આ ક્લિપની કિંમત 6.39 ડોલર એટલે કે આશરે 531 રૂપિયા જોવા મળી રહી છે. આ કિંમત બાદ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રણબીર અને આલિયાએ પોતાની લાડકવાયીને આટલી સસ્તી હેર ક્લિપ્સ પહેરાવી હતી…