કરિશ્મા,ઐશ્વર્યા સાથે નામ જોડાયું, છતાં 50 વર્ષે પણ સિંગલ છે આ એક્ટર, આ છે કારણ?

બોલીવૂડના સિંગલ સ્ટાર્સને વાત આવે એટલે સલમાન ખાનનું નામ પહેલા આવે. હજુ લોકો સલમાન ખાનના લગ્નની રાહ જોઈને બેઠા હોય તેમ લાગે છે. સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના સંબંધો મામલે પણ હજુ ખબરો આવતી રહે છે, પરંતુ આજે અમે બીજા એવા એક સ્ટારની વાત કરવાના છીએ જેનું નામ પણ ઐશ્વર્યા રાય સાથે જોડાયું હતું, અને તે પણ 50ની ઉંમરે સિંગલ છે.
Also read : સેલિબ્રિટી માસ્ટરશેફમાં ભાઇને યાદ કરી પવિત્ર રિશ્તા ફેમ રડી પડ્યા…
આ સ્ટાર હાલમાં ખૂબ જ ચર્ચામાં છે અને તેની ફિલ્મમાં તેણે કરેલા કામ બદલ વાહવાહી મેળવી રહ્યો છે. આ સ્ટારનું નામ છે Akshaye Khanna. અભિનેતા વિનોદ ખન્ના અને ગીતાંજલિનો પુત્ર અક્ષય ખન્ના હાલમાં છવાયેલો છે. ફિલ્મ છાવા (Chhava) માં ઔરંગઝેબનું પાત્ર ભજવી તેણે લોકોની વાહવાહી મેળવી છે. જોકે વાત તેની પર્સનલ લાઈફની છે.

અક્ષય ખન્ના 49 વટાવી ગયો છે છતાં સિંગલ છે, વળી, તેનું નામ ટોચની અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. કપૂર ખાનદાનની દીકરી લોલો એટલે કે કરિશ્મા કપૂર (Karishma Kapoor)સાથે તો લગભગ તેની સગાઈની તૈયારીઓ થઈ ગઈ હતી અને અચાનક આ સંબંધ આડે પૂર્ણવિરામ મૂકાઈ ગયું. કરિશ્માની માતા બબીતાને આ સંબંધમાં રસ ન હતો તેમ માનવામાં આવે છે.

લોલો જ નહીં બચ્ચન પરિવારની બહુ ઐશ્વર્યા રાય (Aishwarya Rai) સાથે પણ તેનું નામ જોડાઈ ચૂક્યું છે. બન્નેએ સુપરહીટ ફિલ્મો આ અબ લૌટ ચલે અને તાલ સાથે કરી છે. અક્ષયે તે સમયે સ્વીકાર્યું પણ હતું કે તે એશથી મંત્રમુગ્ધ થઈ ગયો હતો.
બન્ને પાર્ટીમાં એકાદ બે વાર સાથે દેખાતા તેમના સંબંધો વિશે ચર્ચાઓ પણ ચાલી હતી, જોકે ઓફિશિયલી કંઈ બહાર આવ્યું ન હતું. આ સાથે સાઉથ એક્ટ્રેસ શ્રીયા સરન અને તારા શર્મા સાથે પણ અક્ષયનું નામ જોડાઈ ચૂક્યું છે.
જ્યારે અભિનેતાએ લગ્ન ન કર્યાનો કંઈક અલગ જ ખુલાસો આપ્યો છે. એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે હું પત્ની અને બાળકોની જવાબદારી લેવા માગતો નથી. આ બન્ને બહુ મોટી જવાબદારી છે અને તે હું લેવા માગતો નથી. હું મારી મરજી પ્રમાણે જીવવા માગુ છું. હું ખૂબ સારું જીવન જીવી રહ્યો છું અને મને આ રીતે જ રહેવાનું ગમે છે. કહેવાય છે કે અક્ષય ખૂબ જ સૌમ્ય સ્વભાવનો છે અને સેટ પર પણ લાઈવ રહે છે.
ઉલ્લેખનીય છે કે અક્ષયના માતા-પિતા બન્નેનું નિધન થઈ ચૂક્યું છે. તેનો ભાઈ રાહુલ ખન્ના પણ ફિલ્મજગત સાથે જોડાયેલો છે. અક્ષય હાલમા એકલો રહે છે અને ઘણી ઓછી ફિલ્મો કરે છે.
Also read : Kareena Kapoor-Khanના દીકરા જેહની બર્થડે પાર્ટીમાં આટલો મોંઘો ડ્રેસ પહેરીને પહોંચી Raha Kapoor…
એમ પણ કહેવાય છે કે અક્ષયના વાળ જતા રહ્યા ત્યારબાદ તે હતાશ થઈ ગયો અને કરિયર અને પર્સનલ લાઈફમાં તેની અસર પડી. અક્ષયે પોતે કહ્યું હતું કે યંગ એજમાં વાળ જતા રહ્યા તેથી હું નિરાશ થયો હતો અને આ નિરાશામાંથી નીકળતા તેને ઘણો લાંબો સમય લાગ્યો. કૈર તેની પર્સનલ લાઈફ તે જાણે, પણ અક્ષયે પોતાની ટેલેન્ટ ઘણી જ ફિલ્મોમાં સાબિત કરી છે, છાવા તેમાંની એક છે.