ફિલ્મ ધુરંધરમાં અક્ષય ખન્નાએ વિનોદ ખન્ના કે જેઠાલાલના ડાન્સ સ્ટેપ્સ કોપી કર્યા? તમે જ કહો જોઈએ…

અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ લોકો માત્રને માત્ર ફિલ્મ ધુરંધરની વાતો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ દર બીજો-ત્રીજો વીડિયો આ ફિલ્મ સંબંધિત જ હોય છે. આ બધા વચ્ચે એક્ટર અક્ષય ખન્ના સૌથી વધુ લાઈમલાઈટમાં રહ્યો છે તેના ડાન્સ સ્ટેપ્સને કારણે. અક્ષય ખન્નાનો ડાન્સ જોઈને અમુક નેટિઝન્સ એવું કહી રહ્યા છે કે તેણે તેના પિતા વિનોદ ખન્નાના ડાન્સ સ્ટેપ્સ કોપી કર્યા છે અને કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે તેણે લોકપ્રિય ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલના ડાન્સની કોપી કરી છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી જાણીએ વિસ્તારથી…
બોલીવૂડ એક્ટર અક્ષય ખન્નાએ ફિલ્મ ધુરંધરમાં દમદાર એક્ટિંગ તો કરી છે. ફિલ્મના ગીત FA9LAમાં અક્ષય ખન્નાના ડાન્સ સ્ટેપ્સને લઈને સોશિયલ મીડિયા પર નેટિઝન્સ વચ્ચે એક અલગ જ ડિબેટ છેડાઈ ગઈ છે. આ સાથે સ્વર્ગીય બોલીવૂડ અભિનેતા વિનોદ ખન્નાના ગીતની એક નાનકડી ક્લિપ અને ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર જેઠાલાલનો એક ડાન્સ કરતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. તમને થશે કે ભાઈ ધૂરંધર સાથે આનો શું સંબંધ?
આ પણ વાંચો : મુકેશ ખન્નાએ અક્ષય કુમારને આપી દીધી સલાહ; કહ્યું, “પોતાની છબીને છાજે તેવા જ..
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ જેઠાલાલ અને વિનોદ ખન્નાના આ વીડિયો જોતા કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે અક્ષયે વિનોદ ખન્નાના ડાન્સ સ્ટેપ્સ કોપી કહ્યા છે તો કેટલાક લોકો તેણે જેઠાલાલના ડાન્સ સ્ટેપ્સ કોપી કર્યા છે એવું કહી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયા હોય તો પહેલાં જોઈ લો…
નેટિઝન્સ એવું કહી રહ્યા છે કે અક્ષય ખન્નાએ તેના સ્વર્ગીય પિતા વિનોદ ખન્નાના ડાન્સ સ્ટેપ્સ કોપી કર્યા છે. આ વીડિયોમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન, રેખા અને વિનોદ ખન્ના સાથે ડાન્સ કરી રહ્યા છે. 1989ના લાહોરમાં યોજાયેલા એક ચેરિટી ફંક્શનમાં જેવા એક્સપ્રેશન એ સમયે વિનોદ ખન્ના ચહેરા પર જોવા મળી રહ્યા છે એવા એક્સપ્રેશન, સ્ટેપ્સ જ અક્ષય ખન્નાએ ફિલ્મ ધૂરંધરમાં કોપી કર્યા છે.
આ પણ વાંચો : અલવિદા ‘હી-મેન’: ધર્મેન્દ્ર ઈચ્છતા નહોતા કે તે ફિલ્મોમાં આવે છતાં ઈચ્છા વિરુદ્ધ એશાએ કામ કર્યું…
વાત કરીએ જેઠાલાલના ડાન્સ સ્ટેપ્સ કોપી કરવાની તો તારક મહેતાના એક એપિસોડમાં જેઠાલાલ ભૂલથી પાકિસ્તાનની જેલમાં પહોંચી જાય છે અને ત્યાં તે જેલના કેદીઓ સાથે મેરે દેશ કી ધરતી ગીત પર ડાન્સ કરે છે અને એ સમયે તેમ આવો જ ડાન્સ કરે છે. આ જોઈને નેટિઝન્સ કરી રહ્યા છે કે અક્ષય ખન્નાએ ભલે આ ગીતમાં રોક કર્યું હોય, પણ જેઠાલાલ તો ફાયર છે ફાયર…
ફિલ્મ ધુરંધરની વાત કરીએ આ ફિલ્મની તો આ ફિલ્મમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, માધવન, સંજય દત્ત, સારા અર્જુન, અર્જુન રામપાલ જેવા કલાકારો છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 154.05 કરોડનો વકરો કર્યો છે અને હજી તો આ આંકડો સતત વધી રહ્યો છે.



