Aishwarya Rai-Bachchanની સુંદરતાનો કાયલ હતો અભિનેતા, કહ્યું એના ચહેરા પરથી…

બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ની સુંદરતાની તો આખી દુનિયા દિવાની છે, પરંતુ આજે આપણે અહીં વાત કરીશું બોલીવૂડના એક એક્ટરની કે જે આ તેની સુંદરતાના કાયલ હતો. આ એક્ટર બીજું કોઈ નહીં પણ અક્ષય ખન્ના હતો. ઐશ્વર્યા રાય-બચ્ચન અને અક્ષય ખન્નાની જોડીએ ફિલ્મ તાલ, આ અબ લૌટ ચલે, હમારા દિલ આપકે પાસ હૈમાં કામ કર્યું છે અને એમાંથી તાલ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી, જેને કારણે ઐશ્વર્યા સુપર સ્ટાર બની ગઈ હતી. જેની ભવિષ્યવાણી અક્ષય ખન્નાએ પહેલાંથી જ કરી દીધી હતી. આવો જોઈએ બીજું શું કહ્યું છે અક્ષયે…
આજથી લગભગ 26 વર્ષ પહેલાં તાલ ફિલ્મ રિલીઝ થઈ હતી અને એ સમયે અક્ષય ખન્નાએ ભવિષ્યવાણી કરી હતી કે ઐશ્વર્યા રાય-બચ્ચન આગળ જઈને મોટી એક્ટ્રેસ બનશે. એક ઈન્ટરવ્યુમાં અક્ષયે જણાવ્યું હતું કે મેં આ અબ લૌટ ચલે ફિલ્મમાં ઐશ્વર્યા સાથે કામ કર્યું હતું અને તાલ એ અમારી સાથે કરેલી બીજી ફિલ્મ હતી. ઐશ્વર્યા ખૂબ જ સુંદર છે. બહારથી નહીં પણ અંદરથી પણ.
અક્ષયે આગળ એવું પણ જણાવ્યું હતું કે ઐશ્વર્યા હંમેશાથી જ હસ્તી રમતી રહે છે. તે આગળ જઈને એક મોટી એક્ટ્રેસ બનશે. ફિલ્મ તાલમાં તેણે ખૂબ જ સારું કામ કર્યું હતું. એટલું જ નહીં 2017માં ફિલ્મ ઈત્તેફાકના પ્રમોશન દરમિયાન અક્ષય ખન્નાએ ઐશ્વર્યાના ભરપેટ વખાણ કર્યા હતા. કરણ જૌહરે જ્યારે અક્ષયને પૂછ્યું કે ઈન્ડસ્ટ્રીમાં તમારા હિસાબે સૌથી સેક્સી છોકરી કોણ છે?
આ સવાલના જવાબમાં અક્ષયે જણાવ્યું હતું કે ઐશ. જ્યારે પણ હું એને મળું છું ત્યારે એના ચહેરા પરથી નજર હટાવી શકતો નથી. આ પુરુષો માટે શર્મિંદગીની વાત છે. તેને કદાચ આ વાત (પુરુષો તેને એકટક જોતા રહે)ની આદત પડી ગઈ છે.
આ પણ વાંચો - “તમારી ઉમર થઈ ગઈ છે” મોડી રાત્રે આવી પોસ્ટ કરનાર યુઝર્સને અમિતાભ બચ્ચને આપ્યો જોરદાર જવાબ
અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ તાલની રિલીઝના 26 વર્ષ બાદ પણ ઐશ્વર્યાની રાયની સુંદરતા કાયમ છે અને એના દિવાનાઓની યાદી પણ દિવસે દિવસે લાંબી જ થતી જઈ રહી છે. એક્ટ્રેસ હાલમાં ફ્રાન્સમાં 78મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા પહોંચી હતી જ્યાં તેણે પોતાની સુંદરતાથી લોકોના દિલ જિતી લીધા હતા.