
ખેલાડી કુમાર તરીકે જાણીતા અક્ષય કુમારની ફિલ્મો તાજેતરમાં જોઈએ તેવો જાદુ બતાવતી નથી. તેની છેલ્લી રિલિઝ થયેલી ફિલ્મ હાઉસફુલ-5એ સારી કમાણી કરી, પણ મલ્ટિસ્ટારર ફિલ્મની ક્રેડિટ બધાએ લીધી. તે પહેલાની અક્ષયની ઘણી મહત્વાકાંક્ષી ફિલ્મોએ એવરેજ કરતા પણ ઓછું પર્ફોમ કર્યું. હવે બધાની નજર અક્ષયની સુપરડુપર ફ્રેન્ચાઈઝી હેરાફેરી-3 પર છે.
આ દરમિયાન અક્ષયે ફેન્સને એક સરપ્રાઈઝ આપી છે. અક્ષયે લગભગ 12 વર્ષ પછી એક ફેશન શૉમાં રેમ્પ વૉક કર્યુ છે. અક્ષયે ઈન્ડિયન શેરવાનીમાં રેમ્પ વૉક કર્યું હતું જેની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
આપણ વાંચો: અક્ષય કુમારનો ત્રિપલ ધમાકો: ‘હાઉસફુલ 5’થી 3 અઠવાડિયામાં 3 માઇલસ્ટોન પાર કરનાર એકમાત્ર સ્ટાર!
અક્ષયના રેમ્પ વૉક અને લૂકના તો બધા વખાણ કરી રહ્યા છે, પરંતુ તેણે હાથમાં એક લીલા પાંદડાન ડાળખી પકડી છે તે કોઈને સમજાતું નથી અને તે ટ્રોલ થઈ રહ્યો છે. અક્ષયે આઈવરી બદંગલા શરેવાની પહેરી છે. વ્હાઈટ શેરવાનીમાં વૉક કરતો અને પોઝ આપતો અક્ષય ઘણા લાંબા સમય બાદ જોવા મળ્યો છે.

ફીટનેસ માટે વખાણાતા અક્ષયને અમુક યુઝર્સ ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે તેણે આ લીલા પત્તા ખાઈ વિમલ ગુટખાની ટેવ કાઢવાની જરૂર છે. અક્ષય એક તરફ દેશભક્તિવાળી ફિલ્મો કરતો દેખાય છે જ્યારે બીજી બાજુ તેને વિમલ ગુટકાની એડ કરતોમાં જોઈ ઘણા ળોકો નારાજ થયા છે. ખૈર, ફિલ્મી સ્ટારો પદડા પર મોટી મોટી વાતો કરતા હોય છે, પરંતુ અસલી જીવનમાં તો પૈસો તેમને પણ ખેંચે જ છે.