મનોરંજન

Akshay Kumar, Tiger Shroff And Sonakshi Sinhaના ડાન્સને જોઈ લોકોને યાદ આવ્યું Natu Natu…

Akshay Kumar And Tiger Shroff’s Film Bade Miyan Chote Miyanનું નવું ગીત મસ્ત મલંગ ઝૂમ રિલીઝ થયું અને આ ગીતમાં Akshay Kumar, Tiger Shroffની સાથે સાથે Sonakshi Sinha પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે. રીલિઝ થતાંની સાથે જ આ ગીત એટલા માટે પણ ચર્ચામાં આવ્યું છે કારણ કે આ ગીતના ડાન્સ સ્ટેપ જોઈને લોકોને Film RRRનું ગીત Natu Natu યાદ આવ્યું હતું.

હાલમાં ગીતમાં Akshay Kumar, Tiger Shroffની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં હાલમાં ચર્ચામાં છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને અક્કી અને ટાઈગર ફિલ્મના પ્રમોશનમાં પણ બિઝી થઈ ગયા છે. બે દિવસ પહેલાંથી જ અક્ષય અને ટાઈગર સાથે યુપીની રાજધાની લખનઉથી ફિલ્મનું ગ્રાન્ડ પ્રમોશન પણ શરૂ કર્યું હતું. હવે મેકર્સે ફિલ્મનું નવું ગીત પણ રિલીઝ કર્યું છે.
બડે મિયા છોટે મિયા ફિલ્મના ગીતના બોલ છે મસ્ત મલંગ ઝૂમ… આ ગીતમાં ટાઈગર શ્રોફ, અક્ષય કુમાર દમદાર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે અને આ જ ગીતમાં સોનાક્ષી સિન્હાની પણ એક ઝલક દેખાડવામાં આવી છે અને આ ગીતનું કનેક્શન ફિલ્મ આરઆરઆરના ફેમસ ગીત નાટુ નાટુ સાથે છે.

નાટુ નાટુ ગીત પર રામ ચરણ અને જુનિયર એનટીઆરનો ડાન્સ તો બધાને યાદ છે અને આ ગીતમાં જે પ્રકારના સ્ટેપ્સ જોવા મળ્યા હતા એવા જ સ્ટેપ્સ બડે મિયાં છોટે મિયાંના નવા રીલિઝ કરવામાં આવેલા ગીતમાં જોવા મળી રહ્યા છે. લોકો આ ગીતને નાટુ નાટુ ગીતની કોપી ગણાવી રહ્યા છે. ગીતમાં બંનેની એનર્જી અને સ્પીડ પણ એકદમ કમાલની છે.


અલી અબ્બાસના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ બડે મિયાં છોટે મિયાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સિવાય પૃથ્વીરાજ સુકુમારન, અલાયા એફ અને માનુષી છિલ્લર, સોનાક્ષી સિન્હા, રોનિત રોય-બોસ પણ જોવા મળશે. ફિલ્મમાં દર્શકોને જોરદાર એક્શન જોવા મળશે. દર્શકો આ ફિલ્મના ટ્રેલર અને ટીઝરને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ… આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા…