40 વર્ષના કરિયરમાં અક્ષય કુમાર પહેલી વખત સ્ક્રીન શેર કરશે આ એક્ટ્રેસ સાથે, ફેન્સની ઈચ્છા થશે પૂરી…

બોલીવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતાપૂર્વક ૪૦ વર્ષ પૂર્ણ કર્યા છે અને આટલા લાંબા કરિયરમાં અક્ષયે લગભગ તમામ ટોચની એક્ટ્રેસ સાથે કામ કર્યું છે, પરંતુ તેમ છતાં એક એક્ટ્રેસ એવી છે કે જેની સાથે અક્કીએ હજુ સુધી કામ નથી કર્યું હતું. ખુદ અક્ષયે પણ અનેકવાર ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તેમણે ૯૦ના દાયકાની તમામ અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે, પણ જો કોઈની સાથે જોડી નથી જામી તો તે છે રાની મુખર્જી.
પરંતુ હવે ચાહકોની આ વર્ષો જૂની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. બોલીવૂડમાં અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી કાસ્ટિંગ સામે આવી છે, જેમાં અક્ષય કુમાર અને રાની મુખર્જી પ્રથમ વખત સ્ક્રીન શેર કરતા જોવા મળશે.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર રાની મુખર્જી હવે અક્ષય કુમારની સુપરહિટ ફ્રેન્ચાઇઝી ઓહ માય ગોડ ૩નો એક હિસ્સો બની ગઈ છે. રાની મુખર્જીએ પોતાના 30 વર્ષના કરિયરમાં અને અક્ષયે 40 વર્ષના કરિયરમાં ક્યારેય સાથે કામ કર્યું નથી, પરંતુ હવે 2026માં રાણી અને અક્ષય બંને સાથે કામ કરતાં જોવા મળશે.

અંદર કી ખબર આપતા ફિલ્મના નજીકના સુત્રએ જણાવ્યું હતું કે આ અત્યારના વર્ષોની સૌથી મોટી કાસ્ટિંગ છે. ફિલ્મ ઓહ માય ગોડ અક્ષયની સૌથી મનગમતી ફ્રેન્ચાઇઝી છે, અને હવે આ ફ્રેન્ચાઈઝીમાં રાની મુખર્જીના આવવવાથી ફિલ્મ વધારે વજનદાર બની ગઈ છે. રાનીની એન્ટ્રીથી ફિલ્મની સ્ટોરીમાં એક નવો દ્રષ્ટિકોણ મળશે.
ફિલ્મ ક્યારે રિલીઝ થશે અને શું છે ખાસિયત?
વાત કરીએ ફિલ્મ ક્યારે રીલિઝ થશે અને એની ખાસિયત વિશે તો ફિલ્મ હાલ તો પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે અને એવી આશા સેવાઈ રહી છે કે 2026ના મધ્ય સુધીમાં તે ફ્લોર પર જશે એટલે કે તેનું શૂટિંગ શરૂ થશે. નિર્દેશક અમિત રાય આ વખતે ઓએમજીના અગાઉની બંને ફિલ્મો કરતાં વધારે પાવરફૂલ અને સોશિયલી સારી રીતે કનેક્ટ કરતી સ્ટોરી લઈને આવી રહ્યા છે.

બોલીવૂડના મિસ્ટર ખિલાડી અક્કીની શરૂઆતથી જ એવી ઈચ્છા હતી કે ફિલ્મ ઓએમજી-થ્રીની સ્ક્રિપ્ટ પરફોર્મન્સ અને ઈમોશન્સની દ્રષ્ટિએ અગાઉની બંને ફિલ્મો કરતાં એક લેવલ અપ જ હોવી જોઈએ, અને રાની મુખર્જી જેવી પાવરફૂલ અને ટેલેન્ટેડ એક્ટ્રેસ જ સ્ક્રીપ્ટની આ ડિમાન્ડને પહોંચી વળી શકે એમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ ઓહ માય ગોડ અને ઓહ માય ગોડ-2 બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવાની સાથે ક્રિટિક્સે પણ આ ફિલ્મના વખાણ કર્યા હતા. સોશિયલ મેસેજ અને એન્ટરટેઈન્ટમેન્ટનું અદ્ભૂત બેલેન્સ જોવા મળ્યું હતું આ ફિલ્મોએ. હવે આ ફ્રેન્ચાઇઝી હવે ત્રીજા ભાગ સાથે ઈતિહાસ રચવા તૈયાર છે.



