અક્ષય કુમારની ભૂત બંગલા ફિલ્મના શૂટિંગના થયા શ્રીગણેશઃ તબ્બુએ પોસ્ટ શેર કરી…
કોમેડી કિંગ ડિરેક્ટર પ્રિયદર્શને જ્યારે ફિલ્મ ભૂત બંગલાની (BHOOT BANGLA) જાહેરાત કરી ત્યારે ચાહકો ખુશ થઈ ગયા. ‘હેરા ફેરી’ અને ‘ભૂલ ભુલૈયા’ બાદ હવે પ્રિયદર્શન ફરી એક વખત અક્ષય કુમાર સાથે જોડી જમાવતો જોવા મળશે. અક્ષય કુમારે તેની ફિલ્મ ‘ભૂત બંગલા’નું શૂટિંગ શરૂ કરી દીધું છે.
પ્રિયદર્શન ફિલ્મ ‘ભૂત બંગલા’ બનાવી રહ્યા છે જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે તબ્બુ પણ જોવા મળી શકે છે. તમને જણાવીએ કે ‘ભૂત બંગલા’ ફિલ્મ આવતા વર્ષે 2026માં રિલીઝ થઈ શકે છે. જોકે, આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. તબ્બુએ ફિલ્મના સેટ પરથી તસવીરો શેર કરી છે. આ તસવીર શેર કરતા તબ્બુએ લખ્યું છે હમ યહાં બંધ હૈ.
આ ફિલ્મ પ્રિયદર્શન બનાવી રહ્યા છે, જે કોમેડીની દુનિયામાં માસ્ટર છે અને તેમણે ઘણી માસ્ટરપીસ ફિલ્મો આપી છે. પ્રિયદર્શનની ફિલ્મો માત્ર બોક્સઓફિસ પર જ નહી પણ લોકોના દિલમાં પણ છવાયેલી છે. આ પહેલા તેણે ‘ભૂલ ભુલૈયા’, ‘હેરા ફેરી’, ‘ચૂપ ચુપકે’ અને ‘માલામાલ વીકલી’ જેવી ઘણી શ્રેષ્ઠ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. અક્ષય કુમાર સાથે પ્રિયદર્શનની જોડી અદ્ભુત રહી છે. બંને એક્ટર-ડિરેક્ટર સાથે મળીને દર્શકોને ખૂબ હસાવ્યા છે. હવે ફરી અક્ષય કુમાર ‘ભૂત બંગલા’ ફિલ્મમાં જોવા મળશે.
આ પણ વાંચો : અક્ષય કુમાર ફરી આવ્યો રિયલ સ્ટોરી સાથેઃ સ્કાય ફોર્સનું ટ્રેલર લૉંચ
તમને જણાવી દઈએ કે ફિલ્મની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આવતા વર્ષે 2026માં રિલીઝ થઈ શકે છે.તબ્બુ પણ આ ફિલ્મનો ભાગ બની શકે છે.
અહેવાલ અનુસાર, ફિલ્મમાં અક્ષય કુમારની(AKSHAY KUMAR)સાથે રાજપાલ યાદવ, વામિકા ગબ્બી અને રાજપાલ યાદવ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે અક્ષય દર્શકો પર પોતાનો જાદુ દેખાડવામાં કેટલો સક્ષમ પુરવાર થાય છે કે નહીં.