Film Jolly LLB-3ને લઈને Akshay Kumarએ આપી મહત્ત્વની માહિતી…

Bollywood Star Akshay Kumar, Arshad Warsiએ પોતાની આગામી Film Jolly LLB-3નું શૂટિંગ શરૂ કરી દીધું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ફિલ્મની શૂટિંગ માટે Ajmerની DRM Officeમાં એક સ્પેશિયલ કોર્ટરૂમ પણ બનાવવામાં આવ્યો છે. હવે આ બધા વચ્ચે Film Jolly LLB-3ને લઈને એક બીજો વીડિયો સામે આવ્યો છે. સામે આવેલા આ વીડિયોમાં તમને અસલી જોલી અને નકલી જોલી વચ્ચે કાયદાકીય દલીલ જોવા મળશે. બોલીવૂડની આ હિટ જોડી ફરી એક વખત દર્શકોનું મનોરંજન કરવા અને પેટ પકડીને હસાવવા માટે તૈયાર છે.
એક્ટર અક્ષય કુમાર અને અરશદ વારસીએ પોતાની આગામી ફિલ્મનો વીડિયો શેર કરીને ફિલ્મની સ્ટોરી શું હશે એની હિન્ટ પણ આપી છે. આ વખતે આ ફિલ્મની સ્ટોરી અસલી અને નકલી જોલીની કાનૂની જંગ પર આધારિત હશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. 29મી એપ્રિલથી શૂટ શરૂ કરી દેવામાં આવ્યું અને અક્ષય કુમારે આજે એટલે કે બીજી મેના દિવસે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને જોલી એલએલબી-3ની શૂટિંગની અપડેટની સાથે સાથે કાસ્ટના પહેલાં લૂકના ફોટો પણ વાઈરલ કર્યા હતા.
હાલમાં જ અરશદ વારસીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે અજમેર શરીફની દરગાહ પર દુઆ વાંચી રહ્યો હતો. આ વીડિયો બાદથી જ લોકોમાં ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2013મં જોલી એલએલબી-1 અને 2017માં જોલી એલએલબી-ટુ રીલિઝ કરવામાં આવી હતી. ફિલ્મના બંને પાર્ટ હિટ થયા બાદ જ ફિલ્મના ત્રીજા ભાગની જાહેરાત કરી હતી. બંને ફિલ્મમાં અરશદ વારસી અને અક્ષય કુમારને વકીલના રોલમાં દેખાડવામાં આવ્યા હતા. હવે ત્રીજા ભાગમાં દર્શકો બંનેને એક સાથે જોઈ શકશે.
જોલી એલએલબી-3 પહેલાં અરશદ વારસી અને અક્ષય કુમાર ફિલ્મ બચ્ચન પાંડેમાં એક સાથે જોવા મળ્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર ટૂંક સમયમાં જ ફિલ્મ વેલકમ ટુ ધ જંગલમાં જોવા મળશે, જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને અરશદ વારસી પણ આ ફિલ્મમાં અક્કી સાથે જોવા મળશે. આ વર્ષના અંત સુધીમાં જોલી એલએલબી-થ્રી રીલિઝ થઈ શકે છે, પણ ઓફિશિયલી કોઈ રીલિઝ ડેટની જાહેરાત નથી કરવામાં આવી.