સફેદ વાળ, ચહેરાં પર કરચલીઓ… બોલીવૂડના આ જાણીતા અભિનેતા ઓળખવું પણ થયું મુશ્કેલ…
આપણે અવારનવાર સોશિયલ મીડિયા પર અનેક વીતેલા સમયના બોલીવૂડના સ્ટાર્સના ફોટો અને વીડિયો જોઈને તેમને ઓળખવામાં થાપ ખાઈ જતા હોઈએ છીએ પણ અહીં તો અમે રિયલ લાઈફ નહીં પણ રીલ લાઈફની વાત કરી રહ્યા છીએ. બોલીવૂડ એક્ટર વિકી કૌશલ (Vicky Kaushal) સ્ટારર ફિલ્મ છાવા (Chhaava)ની ચર્ચા થઈ રહી છે. આ જ ફિલ્મમાં ઔરંગઝેબની ભૂમિકા કોણ કરશે એના પરથી પડદો ઉઠી ગયો છે. ઔરંગઝેબની ભૂમિકા કરનારા બોલીવૂડ એક્ટરને તમે પહેલી નજરે ઓળખી જાવ તો માની જઈએ તમને બોસ…
ના ઓળખી શક્યા ને? ફિલ્મમાં ઔરંગઝેબની ભૂમિકા બીજું કોઈ નહીં પણ અક્ષય ખન્ના (Akshay Khanna) નિભાવી રહ્યો છે. આ ફિલ્મથી રશ્મિકા મંદાનાનો પણ ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે. રશ્મિકા આ ફિલ્મમાં મહારાની યેસુબાઈના રોલમાં જોવા મળશે. મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવેલા પોસ્ટરમાં અક્ષય કુમારને ઓખળવાનું જ અઘરું થઈ પડ્યું છે.
સફેદ વાળ, ચહેરા પર કરચલીઓ, વધેલાં વાળ, આંખોમાં ઘટ્ટ કાજલ અને મોગલ બાદશાહનો ભારેભરખમ આઉટફિટમાં અક્ષય ખન્નાનો લૂક એકદમ અલગ લાગી રહ્યો છે. આંખોમાંથી અંગારા વરસાવતા અક્ષયનો લૂક ખૂબ જ ઈન્ટેન્સ છે. યુઝર્સ અક્ષયને આ લૂકમાં જોઈને ખૂબ જ ચોંકી ઉઠ્યા છે.
ફેન્સ વચ્ચે પણ અક્ષયના આ લૂકે એક બઝ ક્રિયેટ કર્યું છે. અક્ષયના ફેન્સ તેમની એક્ટિંગના દિવાના છે અને ફેન્સ પણ અક્ષયને ઔરંગઝેબના કેરેક્ટરમાં જોવા માટે ખૂબ જ ઉતાવળા છે. સોશિયલ મીડિયા પર જેવો અક્ષયનો આ લૂક વાઈરલ થયો કે ફેન્સ તેના પર લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો: મનોરંજનની માલગાડી… નવું વર્ષ – યર – નવી આશા…ટે્રલર ઓફ 2025
એક યુઝરે અક્ષયના આ લૂક પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ થઈને વાત. હવે આવશે મજા. આવું હોય કમબેક. ફેન્સ અક્ષયના લૂકના વખાણ કરતાં નથી થાકી રહ્યા. વિક્કી કૌશલ અને અક્ષય ખન્નાની આ ફિલ્મ પાસેથી ફેન્સને ખાસ્સી એવી આશાઓ છે અને 14મી જાન્યુઆરીના આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે.