મનોરંજન

અક્ષયે પરિણીતીના લગ્ન નિમિત્તે આપી આ ગિફ્ટ…

અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા બંને તેમની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં છે. તેમની ફિલ્મ ‘મિશન રાનીગંજ- ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પોસ્ટર અને ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યા છે, જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આ દરમિયાન અક્ષયે પરિણીતી ચોપરા સાથે એક ખાસ પોસ્ટ શેર કરીને તેને લગ્નની ભેટ આપી છે.

જો કે કો-સ્ટાર અક્ષય કુમાર 24 સપ્ટેમ્બરે યોજાયેલા પરિણીતીના લગ્નમાં હાજરી આપી શક્યો નહોતો, પરંતુ તેણે અભિનેત્રીના લગ્ન માટે એક ખાસ ગિફ્ટ આપી હતી. અક્ષયે હાલમાં જ પરિણીતી સાથે એક સુંદર તસવીર શેર કરી છે, જેમાં પરિણીતી લાઇમ ગ્રીન કલરની સાડી પહેરીને, કપાળ પર બિંદી પહેરેલી, કાનમાં ઝુમકા અને ગજરામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમજ અક્ષયે ખાકી રંગના પેન્ટ સાથે કેસરી રંગના કોટમાં પોઝ આપતો અને માથે કેસરી રંગની પાઘડી સાથે પરિણીતીને હગ કરતો જોવા મળે છે. આ દરમિયાન બંનેના ચહેરા પર સ્મિત પણ જોવા મળે છે.


આ તસવીરમાં બંને એકસાથે ખૂબ જ સારા લાગી રહ્યા છે. આ તસવીર શેર કરતી વખતે અક્ષયે કેપ્શનમાં લખ્યું છે. પ્રેમથી વધુ કિંમતી કંઈ નથી. પરિણીતી ચોપરા, તને ખાસ દિવસ માટેની ગિફ્ટ, જે કાલે તમને જોવા મળશે. અક્ષયે આ પોસ્ટ શેર કરીને દરેકની ઉત્સાહ વધારી દીધો હતો, ફેન્સ એ જાણવા માટે ખૂબ ઉત્સુક છે કે અક્ષય પરિણીતીને શું ગિફ્ટ આપવા જઈ રહ્યો છે. જો કે આ જાણવા માટે તમારે બધાએ એક દિવસ રાહ જોવી પડશે.

ફિલ્મ વિશે વાત કરીએ તો, ‘મિશન રાનીગંજ – ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ’ 6 ​​ઓક્ટોબર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ ટીનુ સુરેશ દેસાઈ કર્યું છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા લીડ રોલમાં છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ફરી એકવાર સરદારના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ રિયલ લાઈફ રેસ્ક્યુ ઓપરેશન પર આધારિત છે.


ફિલ્મમાં અક્ષય કુમાર જસવંત સિંહ ગિલના રોલમાં જોવા મળશે. એ જ જસવંત સિંહ જેમણે 1989માં પૂરની ખાણમાં ફસાયેલા 64 મજૂરોનો જીવ બચાવ્યો હતો. આ પ્રશંસનીય કાર્ય માટે જસવંત સિંહને ઘણા પુરસ્કારો પણ મળ્યા હતા. અમૃતસરના રહેવાસી જસવંત સિંહનું 80 વર્ષની વયે 2019માં અવસાન થયું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર નરેન્દ્ર મોદી ફરી એક વાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા