Akash Ambaniએ સિક્યોરિટી ગાર્ડ સાથે કર્યું કંઈ એવું કે મુકેશ અંબાણી થયા ગુસ્સે અને પછી… | મુંબઈ સમાચાર
મનોરંજન

Akash Ambaniએ સિક્યોરિટી ગાર્ડ સાથે કર્યું કંઈ એવું કે મુકેશ અંબાણી થયા ગુસ્સે અને પછી…

અંબાણી પરિવાર (Ambani Family) વિશેની ઝીણામાં ઝીણી બાબતો જાણવામાં પણ લોકોને ખૂબ જ રસ હોય છે. તેઓ શું પહેરે છે, ખાય છે પીવે છે વગેરેથી લઈને તેમના મનગમતા ટુરિસ્ટ ડેસ્ટિનેશન વિશે જાણવામાં લોકોને ખૂબ જ રસ હોય છે. અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાંથી એક છે, પરંતુ તેમ છતાં તેઓ એક પ્રાઈવેટ લાઈફ જીવે છે અને અમુક જ જાણકારી સામે આવે છે.

આજે અમે અહીં તમને આવા જ એક ખૂબ ઓછા ચર્ચાયેલાં કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ કિસ્સામાં મુકેશ અંબાણી (Mukesh Ambani)એ પોતાના મોટા દીકરાને આકાશ અંબાણી (Akash Ambani)ને તેમના સિક્યોરિટી ગાર્ડને સોરી કહેવાનું કહ્યું હતું. આવો જોઈએ આખરે એવું તે શું થયું હતું-

આ પણ વાંચો: Viral Video: આનંદ પિરામલે નીતા અંબાણી અને મુકેશ અંબાણી સામે જ ઈશા સાથે કર્યું એવું વર્તન કે…

અંબાણી પરિવાર પોતાની લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલની સાથે સાથે જ પરિવાર પોતાના સંસ્કારોને કારણે પણ એટલો જ પ્રખ્યાત છે. સોશિયલ મીડિયા પર અંબાણી પરિવાર સંબંધિત એક અહેવાલ વહેતો થયો હતો જેમાં એવો દાવો કર્યો હતો કે મુકેશ અંબાણીએ પોતાના દીકરા આકાશ અંબાણીને વોચમેનની માફી માંગવા કહ્યું હતું.

એક ઈન્ટરવ્યુમાં મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી (Nita Ambani)એ જણાવ્યું હતું કે એક વખત તેમના મોટા દીકરા આકાશ અંબાણીએ એક વખત ગાર્ડ સાથે દલીલ કરી હતી અને એની સાથે ગેરવર્તણૂંક કરી હતી અને ઊંચા અવાજમાં વાત કરી હતી. તેમણે આગળ જણાવ્યું હતું કે એક વખત આકાશ પોતાના સિક્યોરિટી ગાર્ડ સાથે ઉંચા અવાજમાં વાત કરી રહ્યા હતા. મુકેશે આ વાત સાંભળી અને કહ્યું કે તરત જ નીચે જઈને માફી માંગ.

હું દૂર ઊભી રહીને આ બધું જોઈ અને સાંભળી રહી હતી. મને અહેસાસ થયો કે મુકેશે આકાશને આવું કહ્યું હશે કારણ કે એનાથી તેને એક સારા માણસ બનવામાં મદદ મળશે, એવું નીતા અંબાણીએ વધુમાં જણાવ્યું હતું. આ પહેલાં પણ અનેક વખત અંબાણી પરિવાર પોતાના સંતાનોને આપેલા સંસ્કારો માટે ચર્ચામાં આવી ચૂક્યું છે.

Back to top button