Akash Ambaniના હાથમાં જોવા મળેલાં એક કેમેરાવાળા આઈફોનની કિંમત જાણો છો? ખાસિયત જાણશો તો…

અંબાણી પરિવારનો દરેક સભ્ય તેમની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો રહે છે અને આ વખતે ફોર એ ચેન્જ પરિવાનો સૌથી ઓછો લાઈમલાઈટમાં રહેલો સભ્ય લાઈમલાઈટમાં આવ્યો છે. આ સભ્ય બીજું કોઈ નહીં પણ આકાશ અંબાણી છે. આકાશ અંબાણી આઈસીસી વુમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા પહોંચ્યા હતા અને આ સમયે તેના હાથમાં એક ખાસ ફોનો જોવા મળ્યો હતો જેને કારણે આકાશ અંબાણી અને તેમનો ફોન સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યા છે. ચાલો જોઈએ શું છે ખાસ આકાશ અંબાણીના ફોનમાં અને શું છે એની કિંમત…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયો અને ફોટોમાં આકાશ અંબાણીના હાથમાં એક કેમેરાવાળો આઈફોન જોવા મળી રહ્યો છે. આકાશ અંબાણીના હાથમાં જોવા મળેલો આ ફોન આઈફોન એર છે. જ્યારથી આ ફોટો વાઈરલ થયો છે ત્યારથી નેટિઝન્સ એવું કહી રહ્યા છે કે જો આકાશ અંબાણી ત્રણ કેમેરાવાળા આઈફોન 17 પ્રો મેક્સને બદલે એક કેમેરાવાળો આઈફોન એર પસંદ કર્યો છે તો કંઈક તો વાત હશે ને?
આ પણ વાંચો: આકાશ અંબાણી માટે શ્લોકા મહેતાએ પ્લાન કરી ખાસ સરપ્રાઈઝ ગિફ્ટ, બોક્સ ખુલતાં જ…
આકાશ અંબાણી પાસે જોવા મળેલા આઈફોન એરની ખાસિયત વિશે વાત કરીએ તો આ ફોન એટલો સ્લિમ છે કે તેની સામે પેન્સિલ પણ જાડી લાગે છે. આની કિંમત 1,19,900 રૂપિયાથી લઈને 1,60,000 રૂપિયા સુધી હોઈ શકે છે. આ ફોન ઈ-સિમ સપોર્ટ સાથે આવે છે, એટલે તેમાં ફિઝિકલ સિમનો ઉપયોગ ના કરી શકાય.
આઈફોન પ્રો-મેક્સની વાત કરીએ તેના કેમેરાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. લોકો ટોપ મોડેલ એટલે ખરીદતા હોય છે કે જેથી તેઓ બેસ્ટ વીડિયો અને ફોટો ક્લિક કરી શકે. પરંતુ એવા લોકો કે જેમને પ્રો લેવલ પર કેમેરા યુઝ નથી કરવો અને રો વીડિયો શૂટ નથી કરવા, ક્યારેક ક્યારેક ફોટો ક્લિક કરતાં હોય તો એવા લોકો માટે આઈફોન એર બેસ્ટ છે. આ ફોનમાં 48 મેગા પિક્સલ મેન સેન્સર આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: શ્લોકા અંબાણીએ મંચ પર કર્યું કંઈક એવું કે આકાશ અંબાણી જોતા જ રહી ગયા…
કોઈ પણ ફોન પોતાના પર્ફોર્મન્સથી લોકોને લલચાવે છે, આઈફોન એરમાં એ19 પ્રો ચિપસેટ લગાવવામાં આવ્યું છે, જે આઈફોન 17 પ્રો અને પ્રો-મેક્સ મોડેલમાં આવે છે. જો તમે બહુ હેવી યુઝર નથી અને ગેમિંગ વગેરે નથી કરતાં, બેટરી પણ સાચવીને વાપરો છો તો આવી સ્થિતિમાં આઈફોન એર તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.
વાત કરીએ અંબાણી પરિવારની તો અંબાણી પરિવારની તો વાત ના થાય. આ પરિવારનો દરેક સભ્ય લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવે છે અને તેમની પાસે તો એક શું ત્રણ-ચાર ફોન રાખી શકાય એટલી પહોંચ છે.



