અનંત અંબાણી નહીં આ ખાસ વ્યક્તિ સાથે કમરમાં હાથ નાખીને પોઝ આપ્યા રાધિકાએ, વીડિયો થયો વાઈરલ… | મુંબઈ સમાચાર
મનોરંજન

અનંત અંબાણી નહીં આ ખાસ વ્યક્તિ સાથે કમરમાં હાથ નાખીને પોઝ આપ્યા રાધિકાએ, વીડિયો થયો વાઈરલ…

દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારના તમામ સભ્યો તેમની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહેતો હોય છે. હાલમાં જ બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ડેબ્યુ સીરિઝ ધ બેડ્સ ઓફ બોલીવૂડની પ્રીમિયર નાઈટ એકદમ સ્ટાર સ્ટડેડ હતી. આ બધામાં અંબાણી પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટે લાઈમલાઈટ લૂંટી લીધી હતી. જોકે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. આવો જોઈએ શું છે આ વીડિયોમાં…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં સ્ટેજ પર રાધિકા મર્ચન્ટ જેઠજી આકાશ અંબાણી અને જેઠાણી શ્લોકા મહેતા સાથે પોઝ આપ્યા હતા. આ સમયે આકાશ અંબાણીએ પત્ની પત્ની શ્લોકા અને રાધિકા મર્ચન્ટની કમરમાં હાથ નાખીને પોઝ આપ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.

નેટિઝન્સ આ વીડિયો પર લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકોને આકાશની આ હરકત ખાત કંઈ પસંદ નથી આવી રહી તો કેટલાક લોકો આને પરફેક્ટ ફેમિલી મોમેન્ટ લાગી રહી છે. જોકે, આ પહેલી વખત નથી કે આ રીતે આકાશ અંબાણી અને રાધિકા મર્ચન્ટનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ પહેલાં પણ રાધિકા અને આકાશ અંબાણી અને સસરા મુકેશ અંબાણી સાથેનો આ વીડિયો વાઈરલ થયો હતો.

વાત કરીએ રાધિકા મર્ચન્ટના લૂકની તો આ સમયે રાધિકાએ રેડ કલરનો ફ્રન્ટ કટ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સુંદર આઉટફિટ સાથે રાધિકાએ ડાયમંડ જ્વેલરી સ્ટાઈલ કરી હતી અને રેડ હેન્ડ બેગ કેરી કરી હતી. જ્યારે શ્લોકા મહેતાએ બ્લેક કલરનો ગાઉનને ડાયમંડ નેકલેસ અને મેચિંગ ઈયર રિંગ્સ સ્ટાઈલ કર્યા હતા. આ સમયે શ્લોકાએ બ્લેક એન્ડ ગોલ્ડન બટરફ્લાયવાળી હેન્ડ બેગ કેરી કરી હતી. જ્યારે આકાશ અંબાણીએ બ્લેક કલરના સૂટ પહેર્યો હતો.

અંબાણી પરિવારનો દરેક સદસ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. આર્યન ખાનની ઈવેન્ટ પર બોલીવૂડના સેલેબ્સે હાજરી આપી હતી, જેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

આપણ વાંચો:  અનન્યા પાંડેના સ્ટાઇલિશ અને બોલ્ડ લૂકે જીત્યા લોકોના દિલ, જુઓ ક્યાં પહોંચી?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button