મનોરંજન

Working Hoursને લઈને આકાશ અંબાણીએ આ શું કહ્યું? વિવાદ વચ્ચે કમેન્ટ થઈ વાઈરલ…

છેલ્લાં કેટલાક સમયથી દેશમાં જાણીતા ઉદ્યોગપતિઓ વચ્ચે કામના કલાકોને લઈને એક અલગ જ બહેસ છેડાયેલી જોવા મળી રહી છે અને આ બધા વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) અને રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણી (Akash Ambani)એ કામના કલાકોને લઈને એવી વાત રહી છે કે જે સાંભળીને તમારા હોંશ ઊડી જશે. આવો જોઈએ આકાશે શું કહ્યું આ વિશે-

આ પણ વાંચો: આકાશ અંબાણી સાથે નાઈટ આઉટ માટે શ્લોકા મહેતાએ પહેર્યો એટલો મોંઘો ડ્રેસ કે…

ગયા અઠવાડિયે જ મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આકાશ અંબાણીએ કામના કલાકો વિશે પોતાના વિચારો રજૂ કરતાં જણાવ્યું હતું કે હું આ વિશે સમય અને કલાકોના આધારે નથી વિચાર કરતો. આ તમારા કામની ગુણવત્તા પર આધારિત છે. કામ અને પરિવાર બંને મારા માટે ખૂબ જ મહત્ત્વના છે અને દરેકને પોતાની પ્રાયોરિટીઝ સમજવી જોઈએ.

આકાશે એવું પણ જણાવ્યું હતું કે હું કામના કલાકો કરતાં કામની ક્વોલિટી પર વધારે ભાર મૂકું છું. રિલાયન્સ જિયો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રે ખૂબ જ કામ કરી રહી છે અને અમારું ફોકલ એના પર જ છે. અમારી કંપની જીપીયુની રજૂઆત અંગે પણ વિચાર કરી રહી છે. જેને કારણે દેશભરમાં એઆઈ ટેક્નોલોજીને પ્રોત્સાહન મળશે.

આ પણ વાંચો: રાધિકાની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યા આકાશ અંબાણીના ઉચ્ચ સંસ્કાર…

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં અનેક ઉદ્યોગપતિઓએ કામના કલાકોને લઈને પોતાની રાય આપી હતી. કેટલાક લીડર્સનું એવું માનવું છે કે અઠવાડિયામાં 70થી 90 કલાક કામ કરીને સફળતા મેળવી શકાય છે તો વળી કેટલાક લોકોનું એવું માનવું છે કે અઠવાડિયામાં 50 કલાક કામ કરીને પણ સક્સેસ મળી શકે છે. દેશભરમાં પણ એ મુદ્દે ચર્ચા ચાલી રહી છે કે વર્ક લાઈફ બેલેન્સ જાળવી રાખવું કેટલું મહત્ત્વનું છે.

આકાશ અંબાણીની આ ટિપ્પણી ભારતમાં વર્કિંગ અવર અને વર્ક લાઈફ બેલેન્સ પર ચાલી રહેલી દલીલો વચ્ચે આવી છે અને આકાશની વાતને ધ્યાનમાં લઈએ તો તેનું પણ એવું માનવું છે કે વધુ કલાકો કામ કરવું જરૂરી નથી, પણ ક્વોલિટી અને આઉટપૂટ વધુ મહત્ત્વના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button