બર્થડે પર આકાશ અંબાણીનો આ અંદાજ તમે નહીં જોયો હોય, વીડિયો થયો વાઈરલ…
મનોરંજન

બર્થડે પર આકાશ અંબાણીનો આ અંદાજ તમે નહીં જોયો હોય, વીડિયો થયો વાઈરલ…

અંબાણી પરિવારના અનમોલ રતન એવા આકાશ અંબાણી અને ઈશા અંબાણીએ હાલમાં જ પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. અંબાણી ટ્વીન્સનું બર્થડે સેલિબ્રેશન ખૂબ જ ગ્રાન્ડ રીતે ગુજરાતના જામનગર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં બોલીવૂડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો. હવે સોશિયલ મીડિયા પર આ ગ્રાન્ડ સેલિબ્રેશનના ઈનસાઈડ ફોટો અને વીડિયો સામે આવી રહ્યા છે, જે નેટિઝન્સને ચોંકાવી રહ્યા છે. આજે આપણે અહીં આવા જ એક વાઈરલ વીડિયોની વાત કરીશું.

આકાશ અંબાણી અને ઈશા અંબાણી ટ્વીન્સ છે અને એ વાત તો બધા જ જાણે છે. દર વખતની જેમ અંબાણી પરિવારે આ સેલિબ્રેશનમાં કોઈ કમી નહોતી રાખી. હાલમાં સોશિયલ મીડિયા પર આ સેલિબ્રેશનનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં આકાશ અંબાણીનો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી તમે આકાશનો આવો અંદાજ નહીં જોયો હોય.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળે છે આકાશ અંબાણી સ્પોર્ટ્સના મેદાનમાં પોતાનો બર્થડે કેક કટ કરતો જોવા મળી રહ્યા છે. આ સમયે તેની આસપાસમાં અનેક લોકો જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળેલો આકાશનો અંદાજ ખૂબ જ કૂલ છે અને તેને અત્યાર સુધીમાં લોકોએ આ અંદાજમાં જોયો જ નહીં હોય.

આકાશે આ સમયે ઓરેન્જ કલરની વેસ્ટ અને બ્લ્યુ કલરની જિન્સ પહેરી છે. હાથમાં સ્માર્ટ વોચ અને આંખો પર ચશ્મા ચડાવીને આકાશે એકદમ સ્વેગમાં પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો છે. તેમણે પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો અને વીડિયોમાં જોવા મળેલાં લોકોની સાથે મોજ-મસ્તી પણ કરી હતી. આ વીડિયોમાં કેક તેની સાથે રહેલાં એક છોકરાના મોઢા પર લગાવીને એકદમ એન્જોય કરતો જોવા મળી રહ્યો છે.

જામનગર ખાતેના અંબાણી પરિવારે આકાશ અને ઈશા અંબાણીના બર્થડેનું ગ્રાન્ડ સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલીવૂડ સેલેબ્સની સાથે સાથે અનેક જાણીતી હસ્તીઓએ પણ હાજરી આપી હતી. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે. અંબાણી પરિવારનું સેલિબ્રેશન હોય અને એ ગ્રાન્ડ ના હોય તો જ નવાઈ.

વાત કરીએ ઈશા અંબાણીના લૂકની તો ઈશા અંબાણીએ પોતાની બર્થડે પાર્ટી માટે રેડ કલરનો આઉટફિટ પહેર્યો હતો અને આ આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. સોશિયલ મીડિયા પર ઈશા અંબાણીના પતિ આનંદ પિરામલ સાથેના ફોટો વાઈરલ થઈ રહ્યો છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button