રાધિકાની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યા આકાશ અંબાણીના ઉચ્ચ સંસ્કાર…

અંબાણી પરિવાર પોતાના સંસ્કારો માટે ઓળખાય છે. તેઓ ધાર્મિક પરંપરાઓનું પણ પાલન કરે છે.નીતા અને મુકેશ અંબાણીએ તેમના સંતાનોમાં પણ સારા સંસ્કારોનું સિંચન કર્યું છે, જેની ઝલક રાધિકા મર્ચંટના બર્થ ડેના દિવસે બધાને જોવા મળી હતી.
આ પણ વાંચો : એન્ટિલિયામાં રાધિકાના ગ્રાન્ડ બર્થ ડે બેશમાં આકાશ અંબાણીએ કેક ખાવાની ના પાડી! પછી…..
સેલિબ્રિટીઝ સહિત દરેક જણ નીતા અને મુકેશ અંબાણીના ઉછેરના વખાણ કરે છે અને જણાવે છે કે તેમના બાળકો ડાઉન ટુ અર્થ છે. અનેક પ્રસંગો ઘરના બાળકોએ વડીલો આદર બતાવીને લોકોના દિલ જીતી લીધા છે. રાધિકાની બર્થડે પાર્ટીમાં પણ આકાશ અંબાણીએ એવું જ કંઇક કર્યું હતું કે લોકો તેના વખાણ કરવા લાગ્યા છે.
આ પણ વાંચો : ભારેભરખમ મીનાકારીવાળી જ્વેલરી, નીતા અંબાણી પર આ રીતે ભારે પડી નાની વહુ રાધિકા મર્ચન્ટ…
બર્થ ડેના દિવસે રાધિકાએ રેડ સ્કર્ટ અને વાઈટ બેકલેસ ટોપ પહેર્યું હતું, જેમાં ઘણી સુંદર લાગી રહી હતી. તેણે કેક કટ કર્યો હતો અને સૌથી પહેલા અનંત અંબાણીને ત્યાર બાદ તેના સસરા મુકેશ અંબાણીને કેક ખવડાવ્યો હતો. બાદમાં તેણે તેના માતા પિતા અને બહેનને કેક ખવડાવ્યો હતો. ત્યાર પછી તે તેના જેઠ આકાશ અંબાણીને કેક ખવડાવવા ગઇ હતી. આ સમયનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે રાધિકા આ્રકાશને કેક ખવડાવવા જાય છે, ત્યારે તેઓ ઈશારામાં સૌથી પહેલા દાદીજીને કેક ખવડાવવાનું કહે છે. રાધિકાએ પણ આકાશની વાત માનીને તેના દાદીસાસુ કોકીલાબેન અંબાણી પાસે જઈને તેમને પહેલા કેક ખવડાવે છે અને ત્યાર બાદ બીજા બધાને કેક ખવડાવે છે. આના પરથી એ જોવા મળે છે કે આકાશ તેના વડીલોનો ઘણો આદર કરે છે.
આ પણ વાંચો : દિલ્હીની યુવતીએ રૂ.2000માં રિક્રિએટ કર્યો રાધિકા મરચન્ટનો લુક, લોકો પણ હેરાન, જુઓ વીડિયો
હકીકત તો એ છે કે વડીલોને જિંદગીનો અનુભવ આપણાથી વધારે હોય છે આપણે તેમનું સન્માન કરીશું તો આપણે તેમની પાસેથી ઘણું શીખી શકીશું જે આપણને જિંદગીમાં ઘણું કામ લાગશે. જો તમે પણ પેરેન્ટ છો તો તમારા બાળકોને નાનપણથી જ વડીલોને આદર અને માનસન્માન આપવાનું શીખવાડજો.