મનોરંજન

અજયની રેડ 2એ વધુ એક રેકોર્ડ તોડ્યો, પોતાની જ હિટ ફિલ્મને પાછળ છોડી દીધી

મુંબઈઃ અજય દેવગણની ફિલ્મ ‘‘રેડ 2’’ ની કહાણી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. અજય દેવગણની આ ફિલ્મ થતા દર્શકોને સિનેમાઘરો સુધી લાવવા માટે સફળ રહી છે. આ ફિલ્મને સારા રિવ્યૂ પણ મળી રહ્યાં છે. ‘રેડ 2’માં અજય દેવગણ અને રિતેશ દેશમુખ લીડ પાત્રમાં અભિનય કર્યો છે. 1મી મેના રોજ આ ફિલ્મ રિલિઝ થઈ હતી આ ફિલ્મને રિલિઝ થયે 17 દિવસ થયા છે, છતા હજી પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. તો ચાલો તેની કમાણી વિશે તમને જણાવીએ…

અક્ષયની કેસરી 2 અને સનીની જાત ફિલ્મને પણ આપી ટક્કર

‘રેડ 2’ અજય દેવગણની 2018માં આવેલી રેડ ફિલ્મની સિક્વલ છે, જે અત્યારે બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી રહી છે. ‘રેડ 2’ ફિલ્મે અક્ષય કુમારની કેસરી 2 અને જાત ફિલ્મને સારી એવી ટક્કર આપી છે. ફિલ્મમાં અજય દેવગન ભ્રષ્ટાચાર સામે લડતા આવકવેરા વિભાગના ડેપ્યુટી કમિશનર અમય પટનાયકની ભૂમિકા ભજવે છે. જ્યારે રિતેશ દેશમુખ ખલનાયકની ભૂમિકા ભજવે છે. ફિલ્મમાં વાણી કપૂર પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

17મા દિવસે ‘રેડ 2’એ 4.15 કરોડની કમાણી કરી

કમાણીની વાત કરવામાં આવે તો, ‘રેડ 2’ એ પહેલા દિવસે 19.25 કરોડની કમાણી કરી હતી. આજે 17 દિવસની વાત કરવામાં આવે તો, 4.15 કરોડની કમાણી કરી લીધી છે. 17 દિવસ સુધીની એટલે કે બોક્સ ઓફિસની ટોટલ કમાણીની વાત કરીએ તો ‘રેડ 2’ એ 143.50 કરોડની કમાણી કરીને રેકોર્ડ બનાવ્યો છે. 1મી મેથી 17 સુધીની પ્રતિદિનની કમાણીના આ પ્રમાણે છે….

‘રેડ 2’ ફિલ્મની 17 દિવસની કમાણી
દિવસ કમાણી દિવસ કમાણી
પહેલો દિવસ 19.25 કરોડ 10મો દિવસો 8.25 કરોડ
બીજો દિવસ 12 કરોડ 11મો દિવસ 11.75 કરોડ
ત્રીજો દિવસ 18 કરોડ 12મો દિવસ 4.85 કરોડ
ચોથો દિવસ 22 કરોડ 13મો દિવસ 4.5 કરોડ
પાંચમો દિવસ 7.5 કરોડ 14મો દિવસ 3.25 કરોડ
છઠ્ઠો દિવસ 7 કરોડ 15મો દિવસ 3.00 કરોડ
સાતમો દિવસ 4.75 કરોડ 16મો દિવસ 3.00 કરોડ
આઠમો દિવસ 5.25 કરોડ 17મો દિવસ 4.15 કરોડ
નવમો દિવસ 5.00 કરોડ કુલ કમાણી 143.50 કરોડ

કમાણી મામલે અજયે પોતાની જ એક ફિલ્મનો રેકોર્ડ તોડ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે, અજય દેવગણે પોતાની જ એક ફિલ્મનો રેકોર્ડ તોડ્યો છે. જી હા, અજય દેવગણની ફિલ્મ સિંધમ રિટર્ન્સે બોક્સ ઓફિસ પર 143.35 કમાણી કરી હતી. જ્યારે ‘રેડ 2’એ સિંધમ રિટર્ન્સને પાછળ છોડીને 143.50 કરોડની કમાણી કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફરી પોતાની ફિલ્મ શૈતાનને પણ કમાણી મામલે પાછળ છોડી શકે છે. શૈતાન ફિલ્મે બોક્સ ઓફિસ પર 148.21 કરોડની કમાણી કરી હતી. હવે થોડા જ દિવસોમાં તે રેકોર્ડ પણ તુટી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button